દિવાળીના તહેવારો પહેલાં મુસાફરોની ભીડ વધતા જામનગર પોલીસ રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએ ચેકિંગ કરી રહી છે. એસઓજીની ટીમ સાથે બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તપાસમાં જોડાયાં છે.
પોલીસે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને પાર્સલ વિભાગ સહિત મુસાફરોની અવરજવરવાળા વિસ્તારોમાં શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરી છે. અન્ય જાહેર સ્થળોએ પણ ચેકિંગ કરવાનું આયોજન છે.

બીડીડીએસની ટીમ શંકાસ્પદ વસ્તુઓ અને વિસ્ફોટક પદાર્થોની તપાસ કરી રહી છે. ડોગ સ્ક્વોડના તાલીમબદ્ધ શ્વાન લગેજ, પાર્સલ અને શંકાસ્પદ સ્થળોની ચકાસણી કરી રહ્યા છે.

દિવાળી દરમિયાન મોટી સંખ્યામાં લોકો પોતાના વતન તરફ જતા હોવાથી જાહેર પરિવહનનાં સ્થળોએ સુરક્ષા માટે આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

