Gujarat

પાદરામાં પોલીસે લાખોના દારૂના જથ્થાનો નાશ કર્યો

પાદરા તાલુકામાં પોલીસે લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કર્યો છે. પાદરા અને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરાયેલ અંદાજે ૮૫ લાખ રૂપિયાથી વધુ કિંમતના દારૂનો આજે મહુવડ ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા પર ભારે રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારી અને અન્ય સરકારી અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર કામગીરીની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના વેપાર અને સંગ્રહ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રહેશે.