Gujarat

શાપર–વેરાવળના નર્મદા ગેટ પાસે પોલીસે ₹10,220 રોકડા અને ગંજીપાનાનાં ૫૨ પાનાં કબજે કર્યા

વેરાવળ ગામના નર્મદા ગેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ લોકોને શાપર–વેરાવળ પોલીસે ઝડપી લીધા. પોલીસે સ્થળ પરથી ₹૧૦,૨૨૦ રોકડા અને ગંજીપાનાનાં ૫૨ પાનાં કબજે કર્યા છે. તમામ સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસની પ્રેસનોટ મુજબ, શાપર–વેરાવળ પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. બાતમી મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી. આઠ લોકો પૈસા અને પાનાં વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.

પકડાયેલા લોકોમાં આરીબ મુસ્તાકખાન મન્સુરી, ગુડુ આશીકઅલી, નુરઆલમ ઇસ્લામઅલી સૈયદ, હીતેન્દ્રસીંહ બહાદુરસીંહ પરમાર, રાજુ અખતરઅલી સૈયદ, ઝાવેદ સાજીદઆલમ સૈયદ, જુબેર સાજીદઆલમ સૈયદ અને સકીલ રઇસભાઈ સૈયદનો સમાવેશ થાય છે.