Gujarat

રાજકોટમાં SMC એ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપ્યું

રાજકોટમાં SMC દ્વારા રેડ પાડી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગને ઊંઘતુ રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા શહેરના આહીર ચોક પાસે રહેણાંક મકાનમાં રેડ પાડવામાં આવી હતી. જ્યાંથી 200 થી વધુ ગેસ સિલિન્ડર ઝડપી પાડવામાં આવ્યા છે. જે તમામ ગેસના બાટલાને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગોડાઉનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ત્રણથી ચાર જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજકોટ શહેરના આહીર ચોક પાસે રહેણાંક મકાનમાં રેડ પાડી 200 થી વધુ ગેસના બાટલા ઝડપી પાડવામાં આવ્યા છે. SMC એ સ્થાનિક પોલીસ તંત્ર અને પુરવઠા વિભાગને ઊંઘતુ રાખી આ રેડ પાડવામાં આવી હતી. જેમાં SMC દ્વારા 3 થી 4 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. 2 ટ્રક ભરાય તેટલા ગેસના બાટલા સ્થાનિક ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.