જામજોધપુર શહેરમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને મહાનુભાવોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.વક્તાઓએ બ્રિટિશ શાસન સામેના બિરસા મુંડાના સંઘર્ષ, સમાજ સુધારણાનાં કામ અને આદિવાસી સંસ્કૃતિના રક્ષણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું.

કાર્યક્રમમાં કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજના સ્વાભિમાન, અધિકારો અને ઉત્થાન માટે બિરસા મુંડાએ જીવન સમર્પિત કર્યું હતું. તેમના આદર્શો અને બલિદાન રાષ્ટ્રનિર્માણ તથા સમાજસેવા માટે પ્રેરણા આપતા રહેશે.
આ કાર્યક્રમમાં જામજોધપુર તાલુકાના પદાધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, સામાજિક આગેવાનો, આદિવાસી સમાજના લોકો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. અંતે સૌએ બિરસા મુંડાના માર્ગે ચાલીને સમાજના સર્વાંગી વિકાસમાં સહભાગી થવાનો સંકલ્પ લીધો હતો.

