ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી તરફ વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. પાટનગરના વિકાસ નકશામાં પ્રદૂષણ મુક્તિ, આરોગ્ય અને વેલનેસના ત્રિવિધ પ્રોજેક્ટ્સ ઉમેરાયા છે. આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે ગાંધીનગરમાં અંદાજિત રૂપિયા 22 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિવિધ જનકલ્યાણના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા જેમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિકાસકાર્યોથી ના ભુપેન્દ્રભાઈ થાકે છે ના ધારાસભ્યો થાકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. ગાંધીનગર શહેરના સૌ મતદારો વતી અમિત શાહે ગુજરાત સરકાર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં કહ્યું હતું કે, શહેરની સુખાકારીની ચિંતા કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્યની ભાજપા સરકારે આપણા શહેરને સંપન્ન બનાવા માટે ખુબ મહત્વલક્ષી પગલાં ભર્યા છે. ક્યાંક ગટરનું ગંદુ પાણી ચોખ્ખું કરવું, તળાવ અને વૃક્ષારોપણને જળસભર બનાવવું, પેથાપુર જેવા વોર્ડને ચોખ્ખું પાણી નળ દ્વારા પહોંચાડવાનું કાર્ય, બગીચામાં ચાલતા યોગકેન્દ્ર, લાઈબ્રેરી, રોડરસ્તા પહોળા કરવા જેવા અનેક કાર્યો કાઉન્સિલરોની મહેનતને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશને પરિપૂર્ણ કર્યા છે.
આ વણથંભી વિકાસની યાત્રા નરેન્દ્ર મોદીએ શરૂ કરી અને આનંદીબહેન, સ્વ. વિજયભાઈ અને ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ સંસ્કાર ઉભરતા રહ્યા તેના પરિણામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા.

