રાજકોટ ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.
રાજકોટ તેમજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, P.I બી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ એસ.બી.ઘાસુરા તથા પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન NDPS એકટ ની કલમ-૮(સી), ૨૧(બી) મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીને રાજકોટ શહેર રેસકોર્સ રીંગ રોડ બાલભવન સામે, કેપીટલ હોટલ પાસેથી હસ્તગત કરી, રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨ (યુનિ.) પો.સ્ટે. નાઓને સોંપવા તજવીજ કરેલ છે. અરશદભાઇ ઉર્ફે હર્ષદભાઇ શાહબુદ્દીનભાઇ બેલીમ ઉ.૨૬ રહે.રાજસીટી એપાર્ટમેન્ટ કિશાનપરા શેરીનં.૩ બાલભવન સામે રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


