Gujarat

રાજકોટમાં માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ.

રાજકોટમાં માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ.

રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, SOG P.I એન.બી.ચૌધરી ની રાહબરી હેઠળ વી.વી.ધ્રાંગુ ના માર્ગદર્શન હેઠળ ફિરોજભાઈ રાઠોડ, હાર્દીકસિંહ પરમાર નાઓને સંયુક્ત બાતમી મળેલ કે, “અગાઉ ચોરીના કેસમાં પકડાયેલ તોશીફ આરીફભાઈ રહે.રાજકોટ મો.નં.GJ-03-PL-5916 કાલાવાડ રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટના ખુણા પાસે આવવાનો છે તેના કબ્જામાં માદક પદાર્થ એમ.ડી (ડ્રગ્સ) નો જથ્થો છે” આરોપીને કોર્ડન કરી પકડી પાડી અંગજડતી કરતા માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તોસીફભાઈ આરીફભાઈ તુરીયા મુસ્લીમ ઉ.૨૬ રહે.ગોકુલનગર શેરીનં.3 કોઠારીયા મે.રોડ રાજકોટ. મેફેડ્રોનનો જથ્થો ૫૪.૭૩૦ ગ્રામ કિ.૧,૬૪,૧૯૦ કુલ કિં.૨,૫૯,૫૧૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260820-WA0125.jpg