જામનગર શહેરના જનતા ફાટક નજીક આવેલ શક્તિનગર વિસ્તારમાં એક કોલેજિયન યુવતી પાછળ અજાણી મહિલા ચાલતી આવીને અપહરણનો પ્રયાસ કરતી હોવાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. ઘર તરફ જતી કોલેજિયન યુવતીને અજાણી મહિલાએ કહ્યું હતું કે, મને રંગોળીમાં ઈંગ્લિશમાં કશુંક લખવું છે, તું મારી સાથે ઘરે ચાલ. યુવતીએ પ્રથમ તો વિશ્વાસ રાખી થોડે દૂર સુધી ચાલવાનું શરૂ કર્યું, પરંતુ કંઈક અજુગતું લાગતાં તેણી પરત પોતાના ઘરે જતી રહી હતી. બાદમાં પરિવારે પોલીસમાં અરજી કરી હતી અને ઘટનાના સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઘટનાની ગંભીરતા જોઈ સિટી સી ડિવિઝનના પીઆઈ એચ.વી. રાઠોડ અને સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી મહિલાને શોધી કાઢી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, મહિલા પોતે ભદ્ર સમાજની હોય છે અને પોતાના ઘરે જ ટ્યુશન ક્લાસ ચલાવે છે.
લગ્નના 13 વર્ષ બાદ પણ તેમને સંતાન નથી યુવતીના અપહરણ કે અન્ય કોઈ ગેરકાનૂની કામનો ઈરાદો ન હોવાનું પોલીસને તપાસમાં સામે આવતા હાશકારો અનુભવ્યો હતો. ઘટનાનો સત્ય જાણ્યા વગર સીસીટીવી વીડિયો વાયરલ કરનાર વ્યક્તિને પોલીસે બોલાવીને ફરીથી પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટે તાકીદ કરી છે.

