Gujarat

રાજકોટમાં નગરસેવકોનું સન્માન સાથે સ્વ-વસ્તી ગણતરીનો પ્રારંભ થયો

રાજકોટમાં નગરસેવકોનું સન્માન સાથે સ્વ-વસ્તી ગણતરીનો પ્રારંભ થયો

જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્કના રહીશોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન.

રહીશોએ પોતાના મોબાઈલમાં ઓનલાઈન પોર્ટલમાં માહિતી આપી.

નગરસેવકોએ પાંચ વર્ષ સમસ્યાના ઉકેલ માટેની ખાત્રી આપી.

રાજકોટ : ગુજરાતમાં વસ્તી ગણતરીનો ઓનલાઈન તબક્કો શરૂ થઈ રહ્યો છે જેમાં નાગરિકોએ જાતે જ પોર્ટલ પર માહિતી ભરવાની હોય છે. ગુજરાતમાં તા. ૧ લી જુનથી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રારંભ થવાનો છે તેના ભાગરૂપે ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળના સંયુક્ત ઉપક્રમે રહીશોની સ્વ–વસ્તી ગણતરીનો પ્રારંભ સાથે વોર્ડ નં. ૧૦ના નગર સેવકોનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

રાજયમાં સૌ પ્રથમ રહીશો માટે સ્વ વસ્તી ગણતરીનો પ્રારંભ જીવનનગર ખાતે યોજવામાં આવ્યો હતો. જેના ઉદ્દઘાટનમાં શહેર ભા.જ.પ. ના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, પૂર્વ પ્રમુખ રજનીભાઈ ગોલ, વોર્ડ નં. ૧૦ ના પ્રભારી ધ્યેયભાઈ દોશી, પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મનીષભાઈ ડેડકીયા, નગરસેવકો અશ્વિનભાઈ ભોરણીયા, ઘનશ્યામભાઈ હેરભા, જયોત્સનાબેન ટીલાળા, નીતાબેન લાલ, શ્યામભાઈ કટ્ટ, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, ભાવેશ પાઠક ફિલ્ડ ટ્રેનરની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

વોર્ડ નં. ૧૦ના નવનિયુક્ત નગરસેવકો અશ્વિનભાઈ ભોરણીયા, ઘનશ્યામભાઈ હેરભા, શ્રીમતિ જયોત્સનાબેન ટીલાળા, શ્રીમતિ નીતાબેન લાલ, પ્રભારી ધ્યેયભાઈ દોશીએ બહુમાન કરતા તેમણે પાંચ વર્ષ વોર્ડના તમામ નાગરિકો માટે કાર્યશીલ સાથે પ્રશ્નોના ઉકેલ માટે તત્પરતા બતાવીને ખાત્રી આપી હતી.

શહેર ભા.જ.૫. ના ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણીએ જીવનનગર સમિતિ વર્ષોથી આ વિસ્તાર માટે કાર્યરત છે. ભા.જ.પ. ના બધા હોદ્દેદારોને હાજરી આપવી ગમે છે. નગરસેવકોને સન્માન કરતા તેમનું ઉતરદાયિત્વ વધી જાય છે. સ્વ–વસ્તી ગણતરીની તાલીમ રહીશોએ રાખી છે જે પ્રેરણાદાયી સાબિત થશે.

ફિલ્ડ ટ્રેનર ભાવેશભાઈ પાઠકે રહીશોને પોતાના મોબાઈલમાં વસ્તી ગણતરીમાં આવતા ૪૫ પ્રશ્નો પોર્ટલ કરી તૈયાર કરી દીધું હતું. જુદા જુદા વિસ્તારના લોકો માટે પાંચ દિવસીય તાલીમ સાથે માર્ગદર્શન આપશે. ૧ લી જુને તૈયાર કરેલ પોર્ટલ ફોરવર્ડ કરી રાષ્ટ્રીય કામગીરીને અર્પણ કરવામાં આવશે.

સમિતિના પ્રમુખ–એડવોકેટ જયંત પંડયાએ વસ્તી ગણતરીમાં ભાગ લેવા નાગરિકોની નૈતિક ફરજ છે. સાચી અને સંપુર્ણ માહિતી આપવી ફરજનો ભાગ છે. સમિતિએ ૩૧મી મે સુધીમાં તમામ વિસ્તારને આવરી લેવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, કિર્તીબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર, ભારતીબેન ગંગદેવ, હર્ષાબેન પંડયા, જયોતિબેન પુજારા, શોભનાબેન ભાણવડીયા, યોગીતાબેન જોબનપુત્રા વિગેરેએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

માન. તંત્રીશ્રી

આપશ્રીના અખબારમાં મેટર પ્રગટ કરવા વિનંતી. ઈ-મેઈલમાં મેટર મોકલેલ છે જે વિદીત થાય.

ભારત જન વિજ્ઞાન જેથે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯

IMG-20260520-WA0091.jpg