Gujarat

વંથલીના સહજાનંદ સ્વામી ગુરુકૂળમાં શરદપૂનમની ઉજવણી

વંથલીના સહજાનંદ સ્વામી ગુરુકૂળમાં શરદપૂનમ પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ગુરુકૂળ પરિસરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. કાર્યક્રમમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું પૂજન થયું હતું. નવા વર્ષના કેલેન્ડરનું વિમોચન પણ કરાયું. ગૌ સેવા અભિયાન હેઠળ હરિભક્તોએ ગૌ સેવા માટે સમર્થન આપ્યું.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખેલૈયાઓએ મણિયારો રાસ અને તલવાર રાસ રજૂ કર્યા. આ રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભક્તો, સંતો અને સેવકોએ પણ રાસ રમીને પર્વની ઉજવણી કરી.

ગુરુ દેવપ્રસાદદાસજી સ્વામીએ ભક્તોને આશીર્વચન આપ્યા. કાર્યક્રમના અંતે, હરિભક્તોએ શરદપૂનમના ખાસ પ્રસાદ દૂધ-પૌવાનો સ્વાદ માણ્યો. આ ઉત્સવમાં સંતો, સેવકો અને હરિભક્તો હાજર રહ્યા.