Gujarat

સીટી બસની ટક્કરે યુવાન ફંગોળાયો

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આજે 29 ઓક્ટોબરના બપોરે જાગનાથ મંદિર પાસે એકટીવા પર જતાં યુવાને અચાનક બ્રેક મારતા પાછળથી આવતી સિટી બસના ચાલકે ઠોકર મારતા યુવાન ફંગોળાઈ ગયો હતો. જેથી યુવાનને હાથમાં ઈજા પહોંચી હતી. જોકે યુવાનનો પોતાનો વાંક ન હોવાથી તેને પોલીસ બોલાવી ન હતી જોકે આ અકસ્માતના કારણે આજીડેમથી મેટોડા રૂટની બસ 10 મિનિટ મોડી પહોંચતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રાઇવરને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

અકસ્માત સર્જનાર સીટી બસ

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડની આજીડેમથી મેટોડા રૂટની સીટી બસ (GJ 03 BZ 5482) શહેરના યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ મંદિર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક એકટીવા ચાલક આગળ જતો હતો તેને અચાનક બ્રેક મારી હતી જેને કારણે પાછળથી આવતી સિટી બસે ટક્કર મારતા યુવાન ફંગોળાઈ ગયો હતો. જેને કારણે યુવાનને હાથમાં ઈજા પહોંચી હતી.