Gujarat

પરિવાર સાથે સાયલા દર્શને ગયેલા વેપારીના ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના દાગીના સહિત 11.40 લાખની મત્તા ચોરી

ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 11.40 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. પરિવાર સાથે બહારગામ ગયેલા વેપારીને સોસાયટીના પ્રમુખ અને મિત્રએ ફોન કરી ઘરનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. આ મામલે છાણી પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરિવાર બહારગામ ગયો ત્યારે તસ્કરોએ ઘરમાં બનાવ્યો નિશાન રણોલી ચોકડી ખાતે કિરણ ઓટો ગેરેજ ચલાવતા વેપારી સુનિલકુમાર પટેલ તારીખ 8 ઓગસ્ટના રોજ બપોરે તેમની માતા, પત્ની અને બે બાળકો સાથે વેગનઆર કારમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ગુરુજીના દર્શન કરવા ગયા હતા. પરિવાર રાત્રે સાયલા ખાતે રોકાયો હતો.

આ દરમિયાન તારીખ 9 ઓગસ્ટની વહેલી સવારે વેપારીના મિત્રએ ફોન કરીને ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ સોસાયટીના પ્રમુખે પણ ઘરનો સામાન વેરવિખેર હોવાનું જણાવી ચોરીની આશંકા વ્યક્ત કરી હતી. વેપારી પરિવાર સાથે પરત ફર્યો ત્યારે ફ્લેટના મુખ્ય લોખંડના દરવાજાનો નકુચો, ચેનલ લોક તેમજ લાકડાના દરવાજાના સેન્ટર લોક તોડી નાખવામાં આવ્યા હોવાનું જણાયું હતું.