સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડ ગામના રહેવાસી સુરેખાબેન રમેશભાઈ હળપતિના પુત્ર સ્વ. આશિષભાઈ હળપતિનું વીજ કરંટ લાગવાથી આકસ્મિક અને દુઃખદ અવસાન થયું હતું. ઘટનાને પગલે પરિવારજનો દ્વારા માંડવી ખાતે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
સરકારી તંત્ર અને વીજ કંપનીના અધિકારીઓ સાથે ત્વરિત સંકલન પરિવારની રજૂઆતને પગલે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ તાત્કાલિક સંવેદના દાખવી હતી. તેમણે સંબંધિત સરકારી તંત્ર તેમજ વીજ કંપની (GEB)ના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક અને રૂબરૂ પરામર્શ કરી અસરગ્રસ્ત પરિવારને સરકારી નિયમો મુજબ ત્વરિત આર્થિક સહાય મળી રહે તે માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી હતી.
પરિવારને રૂ.10 લાખની આર્થિક સહાય ધારાસભ્યના સક્રિય પ્રયાસોના પરિણામે સ્વ. આશિષભાઈ હળપતિના પરિવારને રૂ.10 લાખની આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ શોકગ્રસ્ત પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈ સહાયનો ચેક અર્પણ કર્યો હતો.
પરિવારને સાંત્વના પાઠવી આ પ્રસંગે ધારાસભ્યે પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી હતી. તેમજ પરમાત્મા શોકગ્રસ્ત પરિવારને આ અપૂરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

