Gujarat

વિકૃત આનંદ મેળવવા ગુદામાર્ગમાં કાચની બોટલ નાખનાર યુવકનું મોત

સુરતના ગોડાદરા વિસ્તારમાં વિકૃત આનંદ મેળવવાની ઘેલછામાં એક 26 વર્ષીય યુવકનું મોત થયું છે. ગુદામાર્ગમાં ફસાયેલી 5 થી 6 ઇંચની કાચની બોટલને નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન કરીને બહાર કાઢી હતી, પરંતુ સારવાર દરમિયાન શ્વાસની ગંભીર તકલીફ ઊભી થતાં યુવકે દમ તોડ્યો હતો.

વિકૃત આનંદ મેળવવા જતાં બોટલ અંદર ઘૂસી ગઈ યુવક મૂળ બિહારનો વતની અને હાલ ગોડાદરા આસપાસનગર પાસે રહેતો છૂટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મૃતક બુટ્ટુને સંતાનમાં બે બાળકો છે. ગત તા. 31મી જુલાઈની રાત્રે તેણે વિકૃત આનંદ મેળવવા માટે પોતાના ગુદામાર્ગમાં 6 થી 6 ઇંચની કાચની બોટલ નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અચાનક બોટલ ગુદામાર્ગની અંદર ઘૂસી જતાં યુવક ગભરાઈ ગયો હતો.

શરમના કારણે 4 દિવસ સુધી પત્નીથી પણ વાત છુપાવી ઘટના બન્યા બાદ યુવક ઘરે જઈને ગુમસૂમ રહેવા લાગ્યો હતો. અંદર બોટલ ફસાઈ ગઈ હોવાથી તેને અસહ્ય પીડા થઈ રહી હતી, છતાં શરમના માર્યા તેણે પરિવારના કોઈ પણ સભ્યને આ અંગે જાણ કરી નહોતી. ચાર દિવસ સુધી તે આ ગંભીર હાલતમાં જ પીડા સહન કરતો રહ્યો હતો અને ભટકતો રહ્યો હતો.

પત્નીએ પૂછપરછ કરતાં રહસ્ય ખૂલ્યું, સિવિલમાં સફળ ઓપરેશન 3 ઓગસ્ટે તેની પત્નીએ તબિયત બગડતી જોઈને કડક પૂછપરછ કરી ત્યારે યુવકે આખી ઘટના જણાવી હતી. બનાવની જાણ થતાં જ પત્ની તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સિવિલના ડોક્ટરોની ટીમે તુરંત કામગીરી હાથ ધરીને જટિલ ઓપરેશન મારફતે ગુદામાર્ગમાં ફસાયેલી કાચની બોટલ સફળતાપૂર્વક બહાર કાઢી હતી.