Gujarat

SOG એ દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

રાજકોટ SOG ટીમને બાતમી મળી હતી કે, વાવડીના ગેટ સામે એક શખ્સ હથિયાર સાથે ઉભો છે જેથી દરોડો પાડી યસ ઉર્ફે ઠુંડી રસિક બકરાણીયા (ઉ.વ.21)ને પકડી પાડી તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને એક ખાલી મેગઝીન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં એક દિવસ અગાઉ યસ ઉર્ફે ઠંડીના મિત્રને કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થયો હોય જે ઝઘડાનો ખાર રાખી સામેવાળો શખ્સ યસને તેના મિત્ર વિશે પૂછપરછ કરવા માટે આવ્યો હતો ત્યારે તે સામેવાળા શખ્સના નેફામાં હથિયાર જોઈ જતા તે ગેરકાયદેસર હથિયાર યશે ઝૂંટવીને પોતાની પાસે રાખી લીધું હતું. હાલ પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે આવેલ શખ્સની ઓળખ મેળવી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.