પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ આવતા વડોદરા-ગોધરા રેલખંડ પર છાયાપુરી અને પિલોલ સ્ટેશનો વચ્ચે આવેલા બ્રિજ નંબર ૧૦છ પર હાલના સ્ટીલ ગર્ડર્સને પી.એસ.સી. સ્લેબથી બદલવાની કામગીરી માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવનાર છે.
આ કામગીરીને કારણે આજે તા.૧૪ જૂનના રોજ કેટલીક મુસાફર ટ્રેનોના સંચાલન પર અસર પડશે.
વડોદરાથી દાહોદ જતી વડોદરા-દાહોદ મેમુ ૧૪ જૂનના રોજ વડોદરા અને ગોધરા વચ્ચે રદ રહેશે.
તે ઉપરાંત ઉધનાથી હસનપુર રોડ જતી ઉધના-હસનપુર રોડ સ્પેશિયલ ટ્રેન ૧૪ જૂનના રોજ ૨ કલાક ૧૫ મિનિટ મોડી એટલે કે રી-શેડ્યૂલ કરીને દોડાવવામાં આવશે.
રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ટ્રેનના સમય, સ્ટોપેજ અને સ્થિતિ અંગેની માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ તથા રેલવન એપની મદદ લેવાની અપીલ કરવામાં આવી છે.

