Gujarat

ભાદ્રોલી ખુર્દ વતન પરત ફરતાં સ્વાગત; જિલ્લા પંચાયત પ્રમુખે પાઠવ્યા અભિનંદન

કાલોલ મંડળના ઉપપ્રમુખ અરવિંદસિંહ ઠાકોરના પુત્ર ગૌરાંગસિંહ ઠાકોરે ભારતીય આર્મીની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાલીમ પૂરી કરીને પોતાના વતન ભાદ્રોલી ખુર્દ ગામ પરત ફરતાં જ ગ્રામજનો, પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું.

ગૌરાંગસિંહે આર્મીની તાલીમ પૂરી કરી દેશસેવામાં જોડાતાં સમગ્ર ભાદ્રોલી ખુર્દ ગામમાં ગૌરવ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. આ અવસરે ઉપસ્થિત ગ્રામજનો અને સ્નેહીજનોએ પુષ્પગુચ્છ અને શુભેચ્છાઓ પાઠવી તેમના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો હતો.

આ યોજાયેલા સન્માન સમારોહમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગૌરાંગસિંહ ઠાકોરને આર્મીમાં સ્થાન મેળવવા બદલ અભિનંદન પાઠવી, દેશસેવાના આ પવિત્ર કાર્ય માટે તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્યની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.