Gujarat

અપહરણ થયેલ સગીરાને ગણતરીના દિવસોમાં શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

બોટાદ પોલીસે અપહરણ થયેલી સગીરાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. આ કાર્યવાહી ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ કરવામાં આવી હતી.

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં 20 ઓગસ્ટ, 2026 ના રોજ 17 વર્ષીય સગીરાના અપહરણ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ અને PI એન.વી. વસાવાએ તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

PSI વી.સી. ભરવાડ અને PSI એલ.એન. પ્રજાપતિએ ભોગ બનનારને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા અને પોલીસ કોન્સ્ટેબલ સતુભા તુવરને ખાનગી બાતમીના આધારે સગીરા મળી આવી હતી. પોલીસે તેને શોધી કાઢીને તેના પરિવારજનોને સોંપી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.