Gujarat

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરાવવી સૌથી મોટો પડકાર, 13 ઓક્ટોબરે ચાર્જ સંભાળશે

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને નવા ડાયરેક્ટર મળ્યા છે. હાલ જામનગર એરપોર્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ધનંજય કુમાર સિંઘની રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જોકે તેઓ 13 ઓક્ટોબરના ચાર્જ સંભાળશે. જ્યારે હાલ રાજકોટ એરપોર્ટ પર એરપોર્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા દિગંત બોરાહને જોઇન્ટ જનરલ મેનેજરમાંથી મેનેજર તરીકેનું પ્રમોશન અગાઉ જ મળી ચૂક્યું છે ત્યારે એક અઠવાડિયામાં તેમનો પણ ગ્રેડ -2 કેટેગરીના મોટા એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકેની ફરજનો ઓર્ડર થશે.

દિગંત બોરાહ રાજકોટના જૂના એરપોર્ટ પર 15 નવેમ્બર, 2020 થી 8 સપ્ટેમ્બર, 2023 સુધી તો 9 સપ્ટેમ્બર, 2023 થી અત્યાર સુધી એટલે કે 5 વર્ષથી વધુ સમયથી તેઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી જોઈએ છે. ગ્રેડ -3 હેઠળના રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ ઇન્ટરવ્યૂ મારફત તેમનું જોઈન્ટ જનરલ મેનેજરમાંથી જનરલ મેનેજર તરીકે પ્રમોશન થયું છે. હવે તેમને ગ્રેડ -2 હેઠળના મોટા એરપોર્ટ જેવા કે દિલ્હી, મુંબઈ, બેંગલોર કે વારાણસી એરપોર્ટ પર ડાયરેક્ટર તરીકે ફરજ સોંપવામાં આવશે. જોકે તેનો સર્ક્યુલર હજુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયો નથી.