મહેસાણાના વડનગરમાં શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રા યોજાઈ
રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે યાત્રામાં હાજરી આપી હતી
જીલ્લાના જિલ્લાના વડનગરમાં પવિત્ર શ્રાવણ ઉત્સવ અંતર્ગત ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૮ કલાકારો દ્વારા એકસાથે ડમરુ નાદ કરવામાં આવતા સમગ્ર વડનગર શિવમય બની ગયું હતું. શ્રાવણ માસના પવિત્ર માહોલમાં યોજાયેલી આ યાત્રાએ શહેરમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું.
આ ડમરુ યાત્રામાં રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે પણ હાજરી આપી હતી. મંત્રીની ઉપસ્થિતિમાં યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો જાેડાયા હતા. ડમરુના નાદ સાથે આગળ વધતી યાત્રામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો.
વડનગરના વિવિધ માર્ગો પરથી ડમરુ યાત્રા ભવ્ય રીતે પસાર થઈ હતી. ૧૦૮ કલાકારોના ડમરુ નાદથી રસ્તાઓ પર અનોખું ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. શ્રાવણ ઉત્સવ નિમિત્તે યોજાયેલી યાત્રાને જાેવા માટે માર્ગો પર સ્થાનિકો અને શ્રદ્ધાળુઓની ભીડ પણ જાેવા મળી હતી.
ભવ્ય ડમરુ યાત્રા વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. મંદિર પરિસરમાં પહોંચ્યા બાદ યાત્રાનું વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરી હતી.
યાત્રાના સમાપન બાદ રાજ્યના ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે હાટકેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. શ્રાવણ માસ દરમિયાન યોજાયેલી આ ધાર્મિક યાત્રામાં ડમરુના નાદ સાથે શિવભક્તિનો માહોલ જાેવા મળ્યો હતો. વડનગરમાં યોજાયેલી આ ભવ્ય યાત્રા શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

