ધ્રોલના ભૂચર મોરીના મેદાનમાં યોજાયેલા લોકમેળામાં યુવાનો દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આ યુવાનોએ ધંધા-રોજગાર માટે આવતા પરિવારોનાં બાળકો માટે જમવાની વ્યવસ્થા કરી હતી. ધ્રોલ શહેરમાં શ્રાવણ માસની તેરસ, ચૌદસ અને અમાસના દિવસે ભૂચર મોરીના મેદાનમાં લોકમેળો યોજાય છે. આ મેળાનું આયોજન ધ્રોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.
આ લોકમેળામાં ધંધા-રોજગાર માટે આવતા બાળકોને છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી ભોજન પૂરું પાડવામાં આવે છે. ધ્રોલમાં રહેતા ભાવિન અનડકટ, કનુભાઈ પટેલ, અજય અનડકટ, નવલભાઇ પટેલ, વિપુલભાઈ કોટેચા, જયભાઈ અનડકટ, કશ્યપભાઈ અનડકટ, જતીનભાઈ અનડક્ટ અને પંકજભાઈ પરમાર જેવા યુવાનો આ સેવા કરે છે.

