Gujarat

ભાડજમાં આજે કલાકમાં ત્રણ લાખ રોપા ઉગાડાશે

ભાડજમાં ગોતા-ગોધાવી કેનાલ નજીક સત્વમ હાઇટ્સ પાસે મ્યુનિ.એ એક કલાકમાં ત્રણ લાખથી વધુ રોપા વાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં રવિવારે આ નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાશે. આ સિવાય ગાંધીનગર લોકસભા વિસ્તારમાં લગભગ એક કરોડ રોપા એક જ દિવસે વવાશે.

ઉપરાંત ભાટમાં પણ દેશી વૃક્ષ ઉગાડાશે. તે માટે મોટી સંખ્યામાં વોલિન્ટિયર ઉપસ્થિત રહેશે. મિયાવાકી પદ્ધતિથી રોપા 91006 ચો.મી. જગ્યામાં વાવવામાં આવશે. આ સિવાય પણ શહેરના અનેક વિસ્તારમાં એક જ દિવસમાં મોટી સંખ્યામાં વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

શહેરનો આ 5મો રેકોર્ડ હશે

2024 ફ્લાવર શોમાં વિશ્વનું સૌથી મોટું 221 મીટર લાંબું ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવાનો વિક્રમ

2024 સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોટ્રેઇટ તૈયાર કર્યું.

2025 10.241 મીટર ઊંચા અને 10.844 મીટર પહોળા બુકેમાં 11700 ફૂલ લગાવી રેકોર્ડ

2026 વિશ્વનું સૌથી મોટું 886.79 મીટરનું ફ્લાવર મંડલ, જેનો વ્યાસ 33.6 મીટરનો હતો.