Gujarat

જામનગરમાં દિવાળી હેમ્પરમાં ટ્રેન્ડ બદલાયો વેલ્વેટ-લેધરના બોક્સની લોકોમાં માંગ વધી

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગરના બજારમાં કોર્પોરેટ ગિફ્ટિંગની તૈયારીઓ તેજ બની છે. દર વર્ષે દિવાળીના પર્વ પર કંપનીઓ અને વેપારીઓ દ્વારા કર્મચારીઓ, ગ્રાહકો તથા વ્યવસાયિક સંબંધો ધરાવતા લોકોને ભેટ આપવામાં આવે છે.

આ વખતે ગિફ્ટિંગમાં માત્ર ભેટવસ્તુઓ જ નહીં, પરંતુ તેને રજૂ કરવાની રીત અને પેકેજિંગની ડિઝાઇનમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. ડિસ્પોઝેબલ પેકેજિંગના સ્થાને ઇકોફ્રેન્ડલી અને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા હેમ્પરની માગ વધી છે.

બજારમાં વેલ્વેટ અને લેધરમાંથી બનાવેલા ત્રિકોણાકાર તથા ચોરસ આકારના હેમ્પર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંપરાગત ગિફ્ટ બોક્સની સરખામણીએ અલગ ડિઝાઇન ધરાવતા આ હેમ્પરમાં ભેટવસ્તુઓને આકર્ષક રીતે ગોઠવી શકાય છે.

આ ઉપરાંત, ગિફ્ટિંગ માટે ઉપયોગ કર્યા બાદ પણ હેમ્પરમાં અન્ય વસ્તુઓ રાખી શકાય છે. આ કારણે માત્ર એક વખત ઉપયોગમાં લઈને ફેંકી દેવામાં આવતા પેકિંગના બદલે લાંબા સમય સુધી ઉપયોગી રહે તેવા હેમ્પર તરફ ગ્રાહકોની પસંદગી જોવા મળી રહી છે.