ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત માંડવી ઓડિટોરિયમમાં મહિલા સંમેલન યોજાયું. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી.

વલસાડ જિલ્લા પંચાયતનાં પ્રમુખ હેતલબેન પટેલ અને માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું. કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી જગદીશભાઈ પારેખ, સુરત જિલ્લા વિકાસ અધિકારી, મહિલા આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા.

સંમેલનમાં જનજાતીય સમાજની મહિલાઓના આત્મસન્માન, નેતૃત્વ અને સશક્તિકરણ પર ભાર મૂકાયો. સમાજના વિકાસમાં મહિલાઓની સક્રિય ભાગીદારીને સમૃદ્ધ અને સશક્ત ભારતના નિર્માણનો પાયો ગણાવવામાં આવી.

