Gujarat

કીમમાં આંબેડકર પ્રતિમા પર કેસરિયો લહેરાવતા વિવાદ

સુરત જિલ્લાના કીમ ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર કેસરીયો ધ્વજ લગાવવાની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં ભારે રોષ અને હોબાળો મચી ગયો છે. આ વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે, ત્યારે સમસ્ત ગુજરાત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રાજ્યપાલને ઉદ્દેશીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

સમાજ દ્વારા પ્રતિમા પરથી કેસરીયો ધ્વજ તુરંત હટાવીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અને આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.

ધારાસભ્ય મુકેશ પટેલ અને ગામના સરપંચ દ્વારા ષડયંત્ર: મનુભાઈ ચૌહાણ આ મામલે મનુભાઈ ચૌહાણ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ, ગુજરાત આપેલ પ્રતિક્રિયામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

પનુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, કીમ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર એ વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ અને ગામના સરપંચ દ્વારા એક ષડયંત્ર કરવામાં આવ્યું છે. દલિતો અને હિન્દુઓ વચ્ચે ઘર્ષણ થાય અને દલિતો હિન્દુઓને માનતા નથી એવું ચિત્ર ઊભું કરવા માટે બાબાસાહેબની પ્રતિમા ઉપર કેસરીયો ધ્વજ લહેરાવીને તેને હિન્દુ-મુસ્લિમ કે જ્ઞાતિગત રંગરૂપ આપવાના ષડયંત્રો રચવામાં આવ્યા છે.

યોગ્ય પગલાં નહીં ભરાય તો કડક કાર્યવાહી કરાશે મુકેશ પટેલની આ ચાલમાં અમે તેમને કામિયાબ નહીં થવા દઈએ. તેમણે વધુમાં ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં જો યોગ્ય પગલાં નહીં ભરાય તો સમાજ દ્વારા કીમ ખાતે કડક કાર્યવાહી કરવામાં આવશે. આંદોલનકારીઓ અને સમાજના અગ્રણીઓની મુખ્ય માંગણીઓમાં પ્રતિમા પરથી કેસરીયો ધ્વજ હટાવીને ત્યાં રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રતિમા હટાવવા અંગેના જે હુકમો કરવામાં આવ્યા છે તેને પણ તુરંત રદ કરવાની માંગ કરાઈ છે.