અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતા સ્વ.વિજય રૂપાણીના આત્મા શાંતિ અર્થે સોમનાથમાં સોમેશ્વર પૂજા કરવામાં આવી હતી.આ સાથે જ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરી આત્મા શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.
સોમનાથ સાનિધ્યે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સ્વર્ગવાસ થયેલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના આત્મા શાંતિ સાથે સોમનાથ મંદિરે વેરાવળ પાલિકાના કારોબારી ચેરમેન ઉદય શાહ દ્વારા સોમેશ્વર પૂજા કરવામાં આવી હતી. આ ઉપરાંત ડોંગરેજી મહારાજના અન્નક્ષેત્ર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
કોમનમેન તરીકેની છાપ ધરાવતા અને મૃદુ સ્વભાવના વિજય રૂપાણીને કાર્યકરોએ પણ યાદ કર્યા હતા. ભાજપ અને ખાસ કાર્યકરોમાં તેમની ખોટ પણ આજે વર્તાઈ રહી હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. આ તકે માલધારી સેલના ભૂપતભાઈ કોડીયાતર, નગરસેવક પ્રતિનિધિ વિનોદ ભંભાણી, મનોજ ધોળીયા સહિત કાર્યકરો અને આગેવાનો જોડ્યા હતા અને સ્વ. વિજય રૂપાણીના આત્મશાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.

