અમદાવાદ જિલ્લાના બાવળા-સરખેજ હાઇવે પર આજે ત્રિપલ અકસ્માત સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ રોડ વિભાગ દ્વારા રોડ પર ઠલવાયેલા કચરા અને કિચ્ચડના કારણે એક્ટિવા ચાલકનું વાહન અચાનક સ્લીપ થઈ ગયું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પર અને લગ્ઝરી બસ વચ્ચે પણ અથડામણ થતાં અકસ્માત વધુ ગંભીર બન્યો હતો.
એક્ટિવા ચાલક ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે અન્ય કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
ત્રિપલ અકસ્માતના કારણે બાવળા-સરખેજ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં બાવળા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થાને પૂર્વવત્ કરવા કામગીરી હાથ ધરી હતી અને વાહનવ્યવહારને ધીમે ધીમે સામાન્ય બનાવ્યો હતો.

