કામરેજ સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં રણધીરસિંહ ભુપતસિંહ ચૌહાણે 11 બોધન ઝોનમાંથી વિજય મેળવ્યો છે. 20 ઓગસ્ટ, 2026ના રોજ માંડવી તાલુકાના ગોડસંબા ખાતે મતદાન યોજાયું હતું. આ ઝોન માટે ઇશ્વરભાઇ બળવંતભાઈ પટેલ અને રણધીરસિંહ ભુપતસિંહ ચૌહાણ વચ્ચે સ્પર્ધા હતી. મતગણતરી કામરેજ ઉમા મંગલ ખાતે કરવામાં આવી હતી. મતગણતરીના અંતે, નોગામાના ઇશ્વરભાઇ બળવંતભાઈ પટેલને 1,477 મત મળ્યા હતા, જ્યારે રણધીરસિંહ ચૌહાણને 1,662 મત મળ્યા હતા. આમ, ચૌહાણે 185 મતોની સરસાઈથી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ તેમની સતત ત્રીજી વખતની જીત છે. વિજય બાદ તેમના સમર્થકો દ્વારા રેલી કાઢીને ઉજવણી કરવામાં આવી હતી.

