Gujarat

લાલપુર તાલુકા શાળામાં ‘વિકસિત ભારત-2047’ સ્પર્ધા યોજાઈ

લાલપુર તાલુકા શાળામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘વિકસિત ભારત-૨૦૪૭’ થીમ પર ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ તેરૈયા, લાલપુર તાલુકા પંચાયત સદસ્ય ક્રિષ્નાબેન જસાણી અને કિશનભાઈ જસાણી હાજર રહ્યા હતા.

શાળાના આચાર્ય, શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધા દરમિયાન ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.