Gujarat

સાબરમતીની મેટીસ હોસ્પિટલના ICUમાં મહિલા દર્દીની છેડતી

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી મેટીસ હોસ્પિટલના ICUમાં સારવાર લઈ રહેલી એક મહિલા દર્દીની હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેડતી કરાતા ચકચાર મચી છે. પારવારિક કારણોસર યુવતીએ દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ICUમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા એક યુવક દ્વારા અડપલાં કરાયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

પરિવારનો આક્ષેપ છે કે, તેઓ દ્વારા હોસ્પિટલના સીસીટીવી ચેક કરવાની માગણી કરવામાં આવી હતી પરંતુ, હો્સપિટલે ઈન્કાર કર્યો હતો. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેટીસ હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવક સામે ફરિયાદ સાબરમતી વિસ્તારમાં રહેતી યુવતીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તે છેલ્લા ઘણા સમયથી માતા પિતા સાથે પિયરમાં રહે છે અને તેના લગ્ન અનિલ (નામ બદલાવ્યું છેઃ નામના યુવક સાથે થયા હતા.અનિલ સાથે મનમેળ નહી આવતા તે પોતાના માતા પિતા પાસે રહે છે છેલ્લા ઘણા સમયથી અનિલ સાથેની બબાલને લઈને યુવતીને લાગી આવ્યુ હતું અને તેણે ઉંઘની દવા લઈને આપધાત કરવાની કોશિષ કરી હતી.

યુવતીની તબીયત ખરાબ થતા તેને સાબરમતી મેટીસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.યુવતીની હાલત વધુ ખરાબ હોવાથી તેને આઈસીયુ વોર્ડમાં દાખલ કરાઈ હતી. યુવતી આઈસીયુમાં અર્ધબેભાન હાલતમાં હતી સૂઈ રહી હતી ત્યારે કોઈ વ્યકિતએ તેના શરીર પર હાથ ફેરવીને છેડતી કરી હતી.યુવતીએ જોરથી બુમ પાડતા છેડતી કરનાર શખ્સ ત્યાથી નાસી ગયો હતો.