Haryana

ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ડોકટરો દ્વારા એક મહિલાના પેટમાંથી સર્જરી કરી ૮ કિલોની ગાંઠ કાઢવામાં આવી

શહેરમાં રહેતી એક મહિલાનું પેટ સતત ફુલી રહ્યું હોવાની અને પેટમાં દુ:ખાવાની તકલીફ સાથે સર ટી. હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી હતી. પ્રારંભીક રિપોર્ટમાં પેટમાં ગાંઠ હોવાનું નિદાન થતાં કેન્સરની ગાંઠ હોવાની શક્યતાના લીધે ઓપરેશન કરી ગાંઠ કાઢવાનું નક્કી કરાયું હતું. સર ટી. અને કેન્સર હોસ્પિટલના તબીબો દ્વારા સર્જરી કરી પેટમાંથી ૮ કિલોની ગાંઠ કાઢી હતી. બાદમાં એક સપ્તાહની સારવાર બાદ મહિલા સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

ભાવનગરની એક ૫૦ વર્ષિય મહિલા પેટ સતત ફુલી રહ્યું હોવાની અને પેટમાં સતત દુ:ખાવો થઈ રહ્યો હોવાની ફરિયાદ સાથે સર ટી.હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. જ્યાં પ્રારંભીક રિપોર્ટમાં મહિલાના ડાબા અંડાશયમાં ૨૮*૧૩*૧૫ સેમી સાઈઝની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. તેમજ આ ગાંઠ કેન્સરની ગાંઠ હોવાની શક્તાને લીધે કેન્સર હોસ્પિટલ અને સર ટી.હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન કરી ગાંઠ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

મહિલાન પેટમાંથી ગાંઠ કાઢવા માટે ઓપરેશન ૭થી ૮ કલાક સુધી ચાલ્યું હતું અને આ સર્જરી બાદ મહિલાના પેટમાંથી ૩૪*૧૭ સેમી સાઈઝની ૮ કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. જાે આ ગાંઢ મહિલાના પેટલમાં લાંબા સમય સુધી રહી હોત તો તેના જીવનું જાેખમ હતું પરંતુ ગાંઠ સમયસર સર્જરી કરીને કાઢી લેવામાં આવી હતી, બાદમાં એક સપ્તાહની સારવાર બાદ મહિલા સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આવી ગાંઠ સામાન્ય રીતે અંડાશય, સ્વાદુપિંડ કે એપેન્ડિક્સમાં થાય છે.