દક્ષિણ આફ્રિકામાં બે મિનિબસ ટેક્સીઓ સામસામે અથડાયા બાદ અને ત્રીજું વાહન તેમાં ઘૂસી જતાં ઓછામાં ઓછા ૨૧ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
મીડિયાના અહેવાલો અનુસાર, ‘રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશન‘ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે આ અકસ્માત રવિવારે રાત્રે વેસ્ટર્ન કેપ પ્રાંતમાં પ્રિન્સ આલ્બર્ટ અને લીયુ-ગામકા નામના નાના શહેરો વચ્ચે થયો હતો.
એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંકમાં “ફેરફાર થઈ શકે છે કારણ કે વેસ્ટર્ન કેપમાં કટોકટી સેવાઓ અને સત્તાવાળાઓ ઘટનાસ્થળનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરી રહ્યા છે.”
આ અકસ્માત ત્યારે થયો જ્યારે બે મિનિબસ ટેક્સીઓ સામસામે અથડાઈ હતી. ત્યારબાદ એક જીેંફ પણ તેમાં અથડાઈ હતી.
પીડિતોમાંથી ત્રણને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
દ્ગ૧ હાઈવે પર બનેલી આ દુર્ઘટનાના સ્થળને કોર્ડન (ઘેરાબંધી) કરી દેવામાં આવ્યું હતું, જ્યારે ‘રોડ ટ્રાફિક મેનેજમેન્ટ કોર્પોરેશન‘ દ્વારા આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
વેસ્ટર્ન કેપ મોબિલિટી વિભાગના પ્રવક્તા મુનીરા એલીએ લોકોને અકસ્માત સ્થળથી દૂર રહેવા વિનંતી કરી હતી. મીડિયાના અહેવાલો મુજબ તેમણે કહ્યું, “દ્ગ૧ હાઈવે હાલમાં બંને દિશાઓમાં બંધ છે. એકમાત્ર ઉપલબ્ધ વૈકલ્પિક માર્ગ પ્રિન્સ આલ્બર્ટ રોડ સ્ટેશન થઈને, ઇ૪૦૭ પરથી દ્ગ૧૨ તરફ અને ત્યારબાદ દ્ગ૧૨ પર બ્યુફોર્ટ વેસ્ટ (આશરે ૨૦૦ કિમી) તરફ જવાનો છે.”
એલીએ અત્યંત સાવચેતી રાખવાની સલાહ આપી હતી અને નાગરિકોને મુસાફરીમાં નોંધપાત્ર વિલંબ થવાની શક્યતા વિશે ચેતવણી આપી હતી. તેમણે વાહનચાલકોને ઘટનાસ્થળે હાજર ટ્રાફિક અધિકારીઓ અને કટોકટી સેવાના કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કર્યો હતો.
મીડિયાના અહેવાલો અનુસાર, દક્ષિણ આફ્રિકામાં લાખો લોકો માટે પરિવહનનું મુખ્ય સાધન ગણાતી મિનિબસ ટેક્સીઓ ઘણીવાર જીવલેણ અકસ્માતોનો ભોગ બને છે. આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં, મિનિબસ ટેક્સીઓ સંડોવાયેલા બે અલગ-અલગ અકસ્માતોમાં ૧૪ બાળકો સહિત ઓછામાં ઓછા ૨૫ લોકોનાં મોત થયાં હતાં.

