International

ચૂંટણી પહેલાં તુર્કી સરકારની LGBTQ+ જૂથો સામે કડક કાર્યવાહી

વહેલી સવારે તુર્કીના સત્તાવાળાઓએ અનેક LGBTQ+ જૂથો અને વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરી હતી; જેમાં ડઝનબંધ સભ્યોની અટકાયત કરવામાં આવી હતી, સંગઠનોની ઓફિસોમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી અને લોકપ્રિય મેળાવડાના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ખાસ કરીને ચૂંટણીના માહોલ વચ્ચે LGBTQ+ જૂથો પ્રત્યેના દાયકા જૂના વિરોધભાવમાં વધારો કરતા, રાત્રે ૧ વાગ્યે ઈસ્તંબુલ, અંકારા, ઈઝમિર, આયદિન અને મેર્સિન જેવા મુખ્ય શહેરોમાં એકસાથે પોલીસ દરોડા પાડવામાં આવ્યા હતા.

ન્યાય મંત્રી અકિન ગુરલેકે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ૧૬૨ શંકાસ્પદ વ્યક્તિઓ, નવ સંગઠનો અને ૧૩ વ્યવસાયો સામેની આ તપાસ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆનના પરિવાર અને બાળકોને લગતા ૧૦ વર્ષ જૂના વહીવટી આદેશને અનુરૂપ “બાળકો, પરિવારની સંસ્થા અને જાહેર વ્યવસ્થાના રક્ષણ” માટે કરવામાં આવી રહી છે.

ગુરલેકે કહ્યું, “બંધારણ દ્વારા રાજ્યને સોંપવામાં આવેલી પરિવાર અને બાળકોના રક્ષણની ફરજ મુજબ, બાળકો, યુવાનો કે પરિવારોને નિશાન બનાવતા કોઈપણ ગુનાહિત સંગઠન, શોષણ નેટવર્ક કે ગેરકાયદેસર પ્રવૃત્તિને સહન કરવામાં આવશે નહીં!”

આ દરોડામાં LGBTQ+ અધિકારો અને ૐૈંફ જાગૃતિ માટે કામ કરતા અનેક અગ્રણી જૂથોના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સંગઠનોની વેબસાઇટ્સ પણ બ્લોક કરી દેવામાં આવી હતી.

ગુરલેકે એ પણ નોંધ્યું હતું કે આવા સંગઠનોને આંતરરાષ્ટ્રીય સ્ત્રોતો અને એજન્સીઓ પાસેથી નોંધપાત્ર ભંડોળ મળતું હોવાનું જણાયું હતું.

હ્યુમન રાઈટ્સ એસોસિએશને આ દરોડાની નિંદા કરી હતી. તેણે કહ્યું, “આ કોઈ ન્યાયિક તપાસ નથી; આ એક રાજકીય કાર્યવાહી છે જેનો ઉદ્દેશ્ય સમાજને એક સમાન (એકવિધ) પારિવારિક માળખામાં ધકેલવાનો અને પરિવાર તથા બાળકોના રક્ષણના બહાને ન્ય્મ્ૈં+ સમુદાય અને સ્વતંત્ર નાગરિક સમાજને દૂર કરવાનો છે.”

“‘ગુનાહિત સંગઠન રચવું‘, ‘ડ્રગ્સ‘, ‘વેશ્યાવૃત્તિ‘ અને ‘અશ્લીલતા‘ જેવા અસંબંધિત આરોપોનો સમાવેશ કરવાનો હેતુ સત્ય બહાર લાવવાનો નહીં, પરંતુ સમગ્ર સમુદાયને ગુનેગાર ઠેરવવાનો છે.”

ધાર્મિક રૂઢિચુસ્ત ‘જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી‘ તેના સમર્થકોમાં રહેલા રૂઢિચુસ્ત વર્ગને ખુશ કરવા માટે ન્ય્મ્ઊ+ જૂથો વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહી છે. ૨૦૧૫માં, તેણે ‘ઈસ્તંબુલ પ્રાઈડ‘ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં અગાઉના વર્ષોમાં હજારો લોકો ભાગ લેતા હતા. ત્યારથી, સત્તાવાળાઓએ ‘પ્રાઈડ‘ માટેના કોઈપણ એકત્રીકરણના પ્રયાસને હિંસક રીતે વિખેરી નાખ્યા છે.

આ ઉનાળામાં, ભૂમધ્ય સમુદ્રમાં ફરતા અને ભૂતકાળમાં ઘણી વખત તુર્કીમાં લાંગરેલા એક LGBTQ+ ક્રૂઝ જહાજને ત્યાં લાંગરવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

આધુનિક તુર્કી પ્રજાસત્તાકના પુરોગામી એવા ઓટ્ટોમન સામ્રાજ્યે ૧૮૫૮માં સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી દૂર કરી હતી, તેમ છતાં ત્યાં હજુ પણ નોંધપાત્ર સામાજિક ભેદભાવ અસ્તિત્વ ધરાવે છે.