કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ ભારત માટે તેમના દેશની “વિશ્વસનીય અને ભરોસાપાત્ર લાંબા ગાળાના આર્થિક ભાગીદાર” તરીકેની ભૂમિકા પર ભાર મૂક્યો છે.
મનિન્દર સિદ્ધુની આ ટિપ્પણીઓ શુક્રવારે કેનેડાના વિદેશ મંત્રાલય, ‘ગ્લોબલ અફેર્સ કેનેડા‘ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સામે આવી હતી. આ નિવેદન ગુરુવારે મિલવોકીમાં યોજાયેલી ય્૨૦ વેપાર મંત્રીઓની બેઠક દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ સાથેની તેમની મુલાકાત બાદ આવ્યું હતું.
સિદ્ધુએ એ પણ જણાવ્યું હતું કે તેઓ આ મહિનાના અંતમાં ભારત માટે ‘ટીમ કેનેડા ટ્રેડ મિશન‘નું નેતૃત્વ કરશે. આ મિશનમાં મુખ્ય ક્ષેત્રોના વ્યવસાયો સાથે સંકળાયેલા લગભગ ૩૦૦ કેનેડિયન પ્રતિનિધિઓ જાેડાશે, જેઓ સંપર્કો સ્થાપિત કરશે, નવા ગ્રાહકો શોધશે અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંના એક એવા ભારતમાં તકો ઝડપવાનો પ્રયાસ કરશે. આ મિશન ભારત માટે કેનેડાનું અત્યાર સુધીનું સૌથી મોટું મિશન હશે અને તે આ વર્ષે જૂનમાં જાપાનમાં તેમના નેતૃત્વ હેઠળ યોજાયેલા મિશનના સ્તરનું જ હશે.
જુલાઈમાં જાહેર કરાયેલું આ વેપાર મિશન ૧૨ થી ૧૬ ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે. ‘કેનેડા-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ‘ (ઝ્ર-ૈંમ્ઝ્ર) આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેના પ્રમુખ અને ઝ્રઈર્ં વિક્ટર થોમસે કહ્યું, “આ મહિને ભારત માટેનું ‘ટીમ કેનેડા ટ્રેડ મિશન‘ ભારત-કેનેડા સંબંધોની મજબૂતી અને તેની ઉજ્જવળ સંભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. વેપાર અને રોકાણના ક્ષેત્રમાં, આપણા બંને દેશો જે હાંસલ કરી શકે છે તેની આપણે માત્ર શરૂઆત જ કરી છે. આ કોઈ અંતિમ રેખા નથી, પરંતુ શરૂઆતની રેખા છે.”
મનિન્દર સિદ્ધુએ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાત પણ લીધી હતી અને બંને દેશો વચ્ચે ‘વ્યાપક આર્થિક ભાગીદારી કરાર‘ (ઝ્રઈઁછ) માટેની વાટાઘાટોના ચોથા રાઉન્ડની સમાપ્તિ સમયે હાજર રહ્યા હતા. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, “ગયા મહિને મુંબઈમાં થયેલી બેઠકથી મળેલી ગતિને આગળ ધપાવતા, મંત્રીઓએ કેનેડા-ભારત વેપાર અને રોકાણની પ્રાથમિકતાઓને આગળ વધારવાનું ચાલુ રાખ્યું હતું.”
પાંચમો રાઉન્ડ ૫ થી ૯ ઓક્ટોબર દરમિયાન યોજાશે. નિવેદનમાં જણાવાયું છે કે, “મંત્રી સિદ્ધુએ આ વર્ષના અંત સુધીમાં પરસ્પર લાભદાયી કરાર તરફ કામ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.”
આ વાટાઘાટો ઉચ્ચતમ સ્તરે આગળ વધારવામાં આવી રહી છે; સિદ્ધુએ ચોથા રાઉન્ડની સમાપ્તિ માટે મુંબઈની મુલાકાત લીધી હતી, જ્યારે પાંચમા રાઉન્ડમાં સચિવ સ્તરની ભાગીદારીની અપેક્ષા છે. નવેમ્બર ૨૦૨૫માં જાેહાનિસબર્ગ ખાતે યોજાયેલી ય્૨૦ નેતાઓ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માર્ક કાર્નીની મુલાકાત વખતે ઝ્રઈઁછ (વ્યાપક આર્થિક ભાગીદારી કરાર) માટે નવી વાટાઘાટો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન તરીકે ભારતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, આ વર્ષે માર્ચમાં નવી દિલ્હીમાં મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં આ વાટાઘાટોને સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી.
બંને વડાપ્રધાનોએ વાટાઘાટો પૂર્ણ કરવા માટે વર્ષના અંત સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.
તેઓ ફરીથી જૂનમાં ફ્રાન્સના એવિયન ખાતે ય્૭ નેતાઓ શિખર સંમેલન દરમિયાન મળ્યા હતા અને તે સમયે કેનેડિયન વડાપ્રધાન કાર્યાલય (ઁસ્ર્ં) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તેમણે ઝ્રઈઁછ વાટાઘાટોમાં થયેલી પ્રગતિ અંગે “સંતોષ વ્યક્ત કર્યો” હતો. તે નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે તેમણે “ભવિષ્યલક્ષી વ્યૂહાત્મક ભાગીદારી” વિકસાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ડિસેમ્બરમાં મિયામીમાં યોજાનારી ય્૨૦ નેતાઓ શિખર સંમેલન સુધીમાં આ વાટાઘાટો પૂર્ણ થઈ જાય. મોદીએ એવિયન ખાતે એમ પણ કહ્યું હતું કે તેઓ આ વર્ષના અંત પહેલા કેનેડાની મુલાકાત લેવાનો પ્રયાસ કરશે. ભારતીય વડાપ્રધાન દ્વારા ૧૦ વર્ષમાં કરવામાં આવનારી આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત ઝ્રઈઁછ પર હસ્તાક્ષર કરવા માટે હશે.

