International

DRDOએ ‘અસ્ત્રા માર્ક-૨‘ તરીકે ઓળખાતી ‘અસ્ત્રા-૨‘ મિસાઇલના પરીક્ષણો વધાર્યા છે

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) હાલમાં ‘અસ્ત્ર‘ મિસાઈલ પર સતત કામ કરી રહ્યું છે. અસ્ત્ર-૧ ની રેન્જ લગભગ ૧૦૦ કિલોમીટર છે અને તેની રેન્જ વધારીને ૧૬૦ કિલોમીટર કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરની માહિતી મુજબ, ડ્ઢઇર્ડ્ઢં હવે આ મિસાઈલની રેન્જ ૩૦૦ કિલોમીટર સુધી વધારવા પર કામ કરી રહ્યું છે.

DRDO એ ‘અસ્ત્ર-૨ મિસાઈલ – જેને ‘અસ્ત્ર માર્ક-૨‘ તરીકે પણ ઓળખવામાં આવે છે – તેના પરીક્ષણો વધારી દીધા છે. આ મિસાઈલનું પરીક્ષણ તેને ફાઈટર એરક્રાફ્ટ (લડાયક વિમાન) પર લગાવીને કરવામાં આવી રહ્યું છે. અસ્ત્ર માર્ક-૨ મિસાઈલની રેન્જ ૨૦૦ કિલોમીટરથી વધુ છે. DRDO નો ત્રીજાે અને સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ, જે ‘ગેમ-ચેન્જર‘ સાબિત થશે, તે ‘પ્રોજેક્ટ ગાંડિવ‘ છે. આ પ્રોજેક્ટને ‘અસ્ત્ર માર્ક-૩‘ મિસાઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની રેન્જ ૩૦૦ કિલોમીટરથી વધુ હશે. આ તમામ મિસાઈલો પર કામ ચાલી રહ્યું છે.

અસ્ત્ર એ ‘બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ‘ (મ્ફઇ) મિસાઈલ છે. તેનો અર્થ એ છે કે દુશ્મનના હુમલાની સીધી રેન્જમાં આવ્યા વિના તેને ખૂબ દૂરથી છોડી શકાય છે. અસ્ત્ર માર્ક-૧ પહેલેથી જ ભારતીય વાયુસેનામાં સેવામાં કાર્યરત છે. તે ‘એર-ટુ-એર‘ (હવામાંથી હવામાં પ્રહાર કરતી) મિસાઈલ છે. હવામાં રહેલા લક્ષ્યોને નિશાન બનાવવાની તેની ક્ષમતા અત્યંત ઘાતક છે.

ભારતીય વાયુસેનાએ સુખોઈ-૩૦ સ્દ્ભૈં અને સ્વદેશી તેજસ ફાઈટર એરક્રાફ્ટ પરથી પણ અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. અસ્ત્ર મિસાઈલ હવામાંથી હવામાં પ્રહાર કરવા સક્ષમ છે અને દ્રશ્ય મર્યાદા (વિઝ્યુઅલ રેન્જ) થી દૂર હોવા છતાં ચોકસાઈપૂર્વક લક્ષ્યોને ભેદવાની ક્ષમતા ધરાવે છે. અસ્ત્ર મિસાઈલ અત્યાધુનિક નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે. ભારતીય વાયુસેનાએ સ્વદેશી ‘રેડિયો ફ્રિકવન્સી સીકર‘ સાથે આ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે અસ્ત્ર મિસાઈલ વિશ્વની સૌથી ઘાતક મ્ફઇ મિસાઈલોમાંની એક છે અને તેણે ભારતને આવી મિસાઈલોનું ઉત્પાદન કરતા પસંદગીના દેશોની યાદીમાં સ્થાન અપાવ્યું છે.

રાજનાથ સિંહે ભારતીય કંપનીઓને ડ્ઢઇર્ડ્ઢં ની મિસાઈલ ટેકનોલોજીના હસ્તાંતરણને મંજૂરી આપી

રક્ષામંત્રી રાજનાથ સિંહે દેશમાં ઉત્પાદન માટે ભારતીય ઉદ્યોગોને તમામ પરંપરાગત મિસાઈલ સિસ્ટમ્સ માટે ડ્ઢઇર્ડ્ઢં દ્વારા વિકસિત ટેકનોલોજીના હસ્તાંતરણને મંજૂરી આપી છે. ટેકનોલોજી ટ્રાન્સફર (્ર્) નો ઉદ્દેશ્ય ભારતીય કંપનીઓને સંરક્ષણ ઇકોસિસ્ટમમાં મોટી ભૂમિકા આપવાનો છે. લાગુ લાયકાત, પ્રમાણપત્રો અને નિયમનકારી આવશ્યકતાઓને પૂર્ણ કરતા ઉદ્યોગો આ મિસાઇલ સિસ્ટમ્સનું સ્વદેશી ઉત્પાદન હાથ ધરી શકશે.

આ પગલું DRDO દ્વારા વિકસિત મિસાઇલ સિસ્ટમ્સને વિકાસના તબક્કાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં લઈ જવામાં મદદ કરવાનો છે. તે સંરક્ષણમાં આર્ત્મનિભરતા તરફના વ્યાપક પ્રયાસનો પણ એક ભાગ છે, જેમાં અદ્યતન સંરક્ષણ પ્રણાલીઓના વિકાસ અને ઉત્પાદન માટે ભારતીય ઉદ્યોગનો વધુ ઉપયોગ થાય છે.