યમનના મારબ પ્રાંતમાં સાઉદી F-15 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો હુથી બળવાખોરોએ કર્યા બાદ બુધવારે સાઉદી અરેબિયા અને હુથી બળવાખોરો વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો. સમાચાર એજન્સી એએફપી અનુસાર, હુથીઓએ દાવો કર્યો હતો કે આ યુદ્ધ વિમાનને નિશાન બનાવવા માટે સ્થાનિક સ્તરે બનાવેલા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાઉદી અરેબિયાએ મક્કા તરફ ઉડી રહેલા ડ્રોનને અટકાવ્યા હોવાનું જાહેર કર્યાના થોડા કલાકો બાદ આ દાવો કરવામાં આવ્યો હતો.
હ્લ-૧૫ ફાઈટર જેટ દુશ્મનાવટભરી કાર્યવાહી કરી રહ્યું હતું
હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “અલ્લાહની મદદ અને કૃપાથી, યમનના સશસ્ત્ર દળો સાઉદી હ્લ-૧૫ ફાઈટર જેટને તોડી પાડવામાં સફળ રહ્યા છે. આ જેટ મારબ પ્રાંતના હવાઈ ક્ષેત્રમાં પોતાની સૈન્ય ગતિવિધિઓના સમર્થનમાં દુશ્મનાવટભરી કાર્યવાહી કરી રહ્યું હતું.” તેમણે સાઉદી અરેબિયા પર ૪૫૦ હુમલા કરવાનો આરોપ પણ મૂક્યો હતો.
તેમણે કહ્યું કે આ જેટને “સ્થાનિક સ્તરે બનાવેલી ‘એર-ટુ-એર‘ (હવામાંથી હવામાં પ્રહાર કરતી) મિસાઇલનો ઉપયોગ કરીને” નિશાન બનાવવામાં આવ્યું હતું.
પ્રવક્તાએ સાઉદીના તે દાવાઓને પણ ફગાવી દીધા હતા કે હુથીઓએ આ અઠવાડિયે પવિત્ર શહેર મક્કાને નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું, “અમારી કાર્યવાહી તેમના તેલના સંસાધનો અને લશ્કરી મથકોને નિશાન બનાવે છે, જે પવિત્ર સ્થળોથી ઘણા દૂર છે.”
મક્કા નજીક હુથી ડ્રોન તોડી પાડવામાં આવ્યું
આ ઘટના સાઉદી હવાઈ સંરક્ષણ દળો દ્વારા યમનના હુથીઓ દ્વારા છોડવામાં આવેલા ડ્રોનને મક્કા અલ-મુકર્રમા (જે સામાન્ય રીતે મક્કા તરીકે ઓળખાય છે) શહેરની દક્ષિણે અટકાવીને નષ્ટ કર્યાના થોડા કલાકો બાદ બની છે. આ ઘટના બાદ સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધને કડક ચેતવણી આપી હતી કે ઇસ્લામના બે સૌથી પવિત્ર સ્થળોની સુરક્ષા એક “રેડ લાઇન” (અત્યંત સંવેદનશીલ સીમા) સમાન છે. સાઉદી-આગેવાની હેઠળના ગઠબંધન અનુસાર, રોયલ સાઉદી એર ડિફેન્સ ફોર્સે મંગળવારે સાંજે (૧૫ સપ્ટેમ્બર) મક્કાની દક્ષિણે આ ડ્રોનને અટકાવ્યું હતું, તે પહેલાં કે તે પવિત્ર શહેર ઉપરના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકે.
ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલ્કીએ આ ઘટનાને “દુશ્મનાવટભર્યું અને આતંકવાદી કૃત્ય” ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ ડ્રોન “આતંકવાદી હુથી મિલિશિયા” દ્વારા છોડવામાં આવ્યું હતું.
અલ-માલ્કીએ કહ્યું, “બે પવિત્ર મસ્જિદો અને યાત્રાળુઓની સુરક્ષા એક ‘રેડ લાઇન‘ છે.” તેમણે ઉમેર્યું હતું કે ગઠબંધનનું સંયુક્ત દળ કમાન્ડ હુથી ચળવળ સામે “જરૂરી અને નિવારક પગલાં લેવામાં અચકાશે નહીં.” ગઠબંધને જણાવ્યું હતું કે આ ઘટના મક્કાને નિશાન બનાવવાનો બીજાે પ્રયાસ હતો, જેમાં ૨૭ જુલાઈ, ૨૦૧૭ ના રોજ બેલિસ્ટિક મિસાઈલનો સમાવેશ થતો હતો.
સાઉદી-હૌતી સંઘર્ષ
જુલાઈમાં યમનમાં ગૃહયુદ્ધ ફરી શરૂ થયા પછી હુતીઓ સાઉદી સમર્થિત યમનની સરકારી દળો સાથે ફરી લડાઈમાં રોકાયેલા છે. બળવાખોર જૂથે સાઉદી અરેબિયા સામે દરિયાઈ નાકાબંધી પણ જાહેર કરી છે અને લાલ સમુદ્રમાં સાઉદી સાથે જાેડાયેલા જહાજાેને નિશાન બનાવ્યા છે.
ગયા અઠવાડિયે એક વીજળીક હુમલામાં, હુતીઓએ યમનના સમગ્ર લાલ સમુદ્રના દરિયાકાંઠા પર નિયંત્રણનો દાવો કર્યો હતો, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બાબ અલ-મંડાબ સ્ટ્રેટનો સમાવેશ થાય છે.
મધ્ય પૂર્વમાં વ્યાપક સંઘર્ષે અખાતમાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગમાં વિક્ષેપ પાડ્યો હોવાથી સાઉદી ક્રૂડ નિકાસ માટે આ સ્ટ્રેટ વધુ મહત્વનું બની ગયું છે.

