યુનાઈટેડ આરબ અમીરાત (UAE) ના નાયબ વડાપ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે પાયલટ સ્મિત મચ્છરની મુલાકાત લીધી હતી અને ફ્લાયદુબઈના આ પાઈલટની “હિંમત અને જવાબદારી” ના વખાણ કર્યા હતા.
અલ મકતુમે કહ્યું કે મચ્છરે “ઉચ્ચ કક્ષાની હિંમતનું પ્રદર્શન કર્યું હતું” અને ભારતીય પાઈલટ સુધી ેંછઈ નેતૃત્વની “પ્રશંસા” પહોંચાડી હતી.
મચ્છર દુબઈ-તેલ અવીવ ફ્લાયદુબઈ ફ્લાઇટના કેપ્ટન હતા, જે દરમિયાન તેમના સહ-પાઈલટ (કો-પાઈલટ) – જેમની ઓળખ ઓમાની નાગરિક હમામ અલ-હમ્મામી તરીકે થઈ છે – દ્વારા તેમને છરી મારવામાં આવી હતી. જાેકે, ઘાયલ હોવા છતાં મચ્છર કોકપિટનો દરવાજાે ખોલવામાં સફળ રહ્યા હતા, જેનાથી મુસાફરો અંદર આવી શક્યા અને ઓમાની સહ-પાઈલટને કાબૂમાં કરી શક્યા.
ત્યારબાદ વિમાનમાં રહેલા બીજા પાઈલટ જૂથે ફ્લાઇટનું નિયંત્રણ સંભાળ્યું હતું, જ્યારે મુસાફરોમાંના એક, જેઓ દંત ચિકિત્સક (ડેન્ટિસ્ટ) હતા, તેમણે સાઉદી અરેબિયાના તબુકમાં ફ્લાઇટ ઉતરે ત્યાં સુધી મચ્છરને તબીબી સહાય પૂરી પાડી હતી.
‘X‘ (અગાઉનું ટ્વિટર) પરની એક પોસ્ટમાં, અલ મકતુમે તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો અને લખ્યું, “કેપ્ટન સ્મિત મચ્છરની મુલાકાત દરમિયાન… ફ્લાયદુબઈના પાઈલટ જેમણે હિંમત, જવાબદારી અને માનવ જીવન પ્રત્યેની સંભાળનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડ્યું.” ેંછઈ ના નાયબ વડા પ્રધાને કહ્યું, “અમારા તરફથી અને દેશના નેતૃત્વ તરફથી, તેમને અમારી સંપૂર્ણ પ્રશંસા અને સન્માન મળે છે.”
તેમણે પોસ્ટમાં ઉમેર્યું, “અમને ગર્વ છે કે તેઓ અમારી ટીમનો હિસ્સો છે… અમારા રાષ્ટ્રની ગાથાનો હિસ્સો છે… અને ેંછઈ જે મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે તેનો હિસ્સો છે… કરુણા ધરાવતો દેશ… શાંતિનો દેશ… અને જીવનને મહત્વ આપતો દેશ.”
ેંછઈ ના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગરગાશે અગાઉ ફ્લાયદુબઈ ફ્લાઇટ હ્લઢ૧૦૭૩ માં થયેલા હુમલાને “આતંકવાદી કૃત્ય” ગણાવ્યું હતું અને હવામાં સર્જાયેલા સંકટ દરમિયાન મચ્છરની કામગીરીના વખાણ કર્યા હતા.
આ ઘટના બાદ વધુ સતર્કતાની જરૂરિયાત પર ભાર મૂકતા ેંછઈ ના અધિકારીએ ‘ઠ‘ પરની પોસ્ટમાં કહ્યું, “ચરમપંથી વિચારધારા અને આતંકવાદનો સામનો કરવા માટે સતર્કતા અને સાવચેતી જરૂરી છે.” ગારગાશે ઉમેર્યું, “ભારતીય પાઇલટ સંપૂર્ણ પ્રશંસાને પાત્ર છે, કારણ કે તેમણે આતંકવાદી કૃત્ય અને સંભવિત દુર્ઘટના જેવી જાેખમી પરિસ્થિતિમાં હિંમત અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અત્યંત વિકટ સંજાેગોમાં પણ તેમની વ્યાવસાયિકતા અને નૈતિક સૂઝબૂઝ તેમને સાચા હીરો બનાવે છે.”
‘મુસાફરોને મરવા ન દઈ શકું‘: સ્મિત મચ્છરે વડાપ્રધાન મોદીને શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વીડિયો કોલ વાતચીત દરમિયાન, મચ્છરે હવામાં સર્જાયેલી તે ભયાનક ક્ષણોને યાદ કરી. તેમણે જણાવ્યું કે ઈજાઓને કારણે બેભાન થઈ જવા છતાં તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે વિમાન નીચેની તરફ જઈ રહ્યું છે.
“જ્યારે હું જમીન પર પડ્યો હતો, ત્યારે મને અહેસાસ થયો કે વિમાન નીચે જઈ રહ્યું છે. અને મને પાક્કી ખાતરી હતી કે: ‘આ છેલ્લો પ્રયાસ છે, સ્મિત. બસ કરી બતાવ. દરવાજાે બિલકુલ સામે જ છે,‘” ભારતીય પાઇલટે વડાપ્રધાન મોદીને કહ્યું. તેમણે ઉમેર્યું, “મારા પર સતત પ્રહારો થઈ રહ્યા હોવા છતાં, હું દરવાજાે ખોલવામાં સફળ રહ્યો, સર. ત્યારબાદ અન્ય લોકો ત્યાં આવી પહોંચ્યા. આમાં અન્ય લોકોએ પણ સમાન ભૂમિકા ભજવી છે.”

