જનતા દળ (યુનાઈટેડ)માંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ, મોકામાના ધારાસભ્ય અનંત કુમાર સિંહે સ્પષ્ટ કર્યું કે તેમને પોતાની વિરુદ્ધ લેવાયેલા પગલાં સામે કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે હવે JD(U)માં કંઈ બચ્યું જ નથી, કારણ કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે પક્ષમાં સક્રિય ભૂમિકામાં નથી.
JD(U) પર નિશાન સાધતા અનંત સિંહે સંકેત આપ્યો કે તેઓ કદાચ પોતાનો અલગ પક્ષ બનાવી શકે છે. તેમણે કહ્યું કે JD(U))માં હવે કશું જ બાકી નથી અને આગામી ચૂંટણીમાં તે ૧૦ બેઠકો પણ જીતી શકશે નહીં. જાેકે, માફિયામાંથી રાજકારણી બનેલા અનંત સિંહે એ પણ કહ્યું કે નીતિશ કુમાર સાથે તેમના સંબંધો હજુ પણ ‘સૌહાર્દપૂર્ણ‘ છે અને તેઓ ટૂંક સમયમાં તેમને મળી શકે છે.
પટનામાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “હવે જ્યારે નીતિશ કુમાર (સક્રિય ભૂમિકામાં) નથી, તો પક્ષમાં શું બચ્યું છે? નેતૃત્વમાં રહેલા લોકોમાંથી – જેમણે મને પક્ષમાંથી કાઢી મૂક્યો – તેમણે ખરેખર શું યોગદાન આપ્યું છે?… હવે, તેમને ૧૦ બેઠકો પણ નહીં મળે… મારે બીજે ક્યાંય જવાની શું જરૂર છે? હું મારો પોતાનો પક્ષ બનાવી લઈશ.”
તેમણે વધુમાં કહ્યું, “મારા અને નીતિશજી વચ્ચે કોઈ અંતર નથી; અમારા સંબંધો સૌહાર્દપૂર્ણ છે. હું ક્યારેક તેમને મળીશ – તેમાં કોઈ વાંધો નથી. તેઓ તેમનો પક્ષ રાખે; આમ પણ તેનો કોઈ વાસ્તવિક અર્થ કે હેતુ રહ્યો નથી.”
અનંત સિંહ અને તેમના પત્ની નીલમ દેવીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ ત્નડ્ઢ(ેં)માંથી છ વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા બાદ તેમણે આ ટિપ્પણીઓ કરી છે. બિહાર વિધાન પરિષદની ચૂંટણીમાં ત્નડ્ઢ(ેં)ના નીરજ કુમાર સામે ‘જન સુરાજ‘ના ઉમેદવાર અનુજ સિંહને સમર્થન આપવાના તેમના ર્નિણયને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
અનંત સિંહના જણાવ્યા અનુસાર, બિહારમાં અગાઉની વિધાનસભા ચૂંટણી દરમિયાન નીરજ કુમારે તેમની વિરુદ્ધ કામ કર્યું હતું, તેથી જ તેઓ અનુજ સિંહને સમર્થન આપી રહ્યા હતા. શનિવારે તેમણે અનુજ સિંહની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ત્નડ્ઢ(ેં) પર કટાક્ષ કરતા કહ્યું હતું કે “કોઈ દુકાનમાંથી મત ખરીદી શકાતા નથી”.
અનંત સિંહ ‘છોટે સરકાર‘ તરીકે જાણીતા છે. મોકામા બેઠક ૧૯૯૦થી તેમના પરિવાર પાસે રહી છે, જાેકે વચ્ચેના એક ટૂંકા ગાળા દરમિયાન એક હરીફ ‘બાહુબલી‘એ આ બેઠક તેમના હાથમાંથી છીનવી લીધી હતી. ૨૦૨૨માં, જ્યારે ેંછઁછ કેસમાં દોષિત ઠરવાને કારણે તેમને વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા, ત્યારે તેમણે આ બેઠકની જવાબદારી પોતાની પત્ની નીલમ દેવીને સોંપી દીધી.
૨૦૨૦માં ઇત્નડ્ઢએ તેમને ટિકિટ આપી હતી અને બે વર્ષ બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં તેમની પત્નીને ટિકિટ આપી હતી. પરંતુ ૨૦૨૪માં નીલમ દેવી દ્ગડ્ઢછમાં જાેડાઈ ગયાં; કહેવાય છે કે આ ર્નિણય તેમના પતિની સંમતિથી જ લેવામાં આવ્યો હતો.

