પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન બુધવારે યોજાયું હતું જેમાં, ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ થઇ હતી. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.
એક કિસ્સામાં મતદાનના દિવસે EVM સાથે છેડછાડ અને બટનો પર ટેપ ચોંટાડવા જેવા ગંભીર આરોપો સામે આવ્યા છે. અભિષેક બેનર્જીના સંસદીય મતવિસ્તારમાં મ્ત્નઁ ઉમેદવાર દેવાંશુ પાંડાએ આરોપ લગાવ્યો હતો કે ઘણા બૂથ પર ઈફસ્ મશીનો પર તેમના નામ અને પાર્ટીના ચૂંટણી પ્રતીકને અનુરૂપ બટન ટેપ કરવામાં આવ્યું હતું, જેના કારણે મતદારો ભાજપની તરફેણમાં મતદાન કરી શકતા નથી.
BJP ના IT સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ‘ પર કેટલાક વીડિયો શેર કર્યા છે જેમાં ઈફસ્ ના બટનો પર ટેપ ચોંટાડેલી જાેઈ શકાય છે. આને “ડાયમંડ હાર્બર મોડેલ” ગણાવતાં તેમણે કહ્યું, “મમતા બેનર્જી આવા ગુનેગારો(જેમ કે જહાંગીર ખાન)નો બચાવ કરી રહ્યા હતા. અસંખ્ય બૂથ પર ટેપનો ઉપયોગ કરીને ભાજપને મત આપવાનો વિકલ્પ બ્લોક કરવામાં આવ્યો છે.” માલવિયાએ ખાસ કરીને બૂથ નંબર ૧૪૪, ૧૭૦ અને ૧૮૯નો ઉલ્લેખ કર્યો.
ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું, તો મમતાજી કેમ આટલું મોટું ટોળું લઈને આવ્યા છે?
ઉત્તર ૨૪ પરગણામાં કેટલાક મતદારોએ મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, મમતા બેનર્જી પોતાની ગાડીમાં ગુંડાઓ લઈને આવ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા છે. એક મતદારે તો ત્યાં સુધી કહ્યું કે, “તેમને લાગે છે કે તેઓ ચૂંટણી હારી રહ્યા છે, એટલે જ આવું કરી રહ્યા છે.”
નદિયા (ચાપડા): ચાપડા વિધાનસભાના બૂથ નંબર ૫૨ પર ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના માથામાં ૬ ટાંકા આવ્યા છે. ભાજપના ઉમેદવાર સૈકત સરકારે આ હુમલા પાછળ ્સ્ઝ્ર કાર્યકરોનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
ઈફસ્માં ખામી: અનેક કેન્દ્રો પર ઈફસ્ મશીનો બગડવાની ફરિયાદ ઉઠી હતી. એક કેન્દ્ર પર સવારે ૮:૩૦ વાગ્યા સુધી મતદાન શરૂ થઈ શક્યું નહોતું, જેને કારણે મતદારો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
ત્યારે બીજી તરફ, ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ આક્રમક વલણ અપનાવતાં કહ્યું કે, બંગાળમાં માત્ર ૈંદ્ગજી યુદ્ધજહાજ અને રાફેલ તૈનાત કરવાના બાકી છે, સરકાર એ પણ કરી લે. ૩૦ લાખ મતદારોને મત આપવાથી રોકવામાં આવ્યા છે. અમે ૨૦૨૧ કરતાં વધુ બહુમતી સાથે ચોથીવાર સરકાર બનાવીશું.
પોતાના મતવિસ્તારમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મમતા બેનર્જીએ પત્રકારો સાથેની વાતચીતમાં બળાપો ઠાલવતા કહ્યું કે, બહારથી આટલા બધા ઓબ્ઝર્વર્સ બોલાવવામાં આવ્યા છે, જેઓ માત્ર ભાજપનું જ કામ કરી રહ્યા છે. ભાજપના ઈશારે નાચે છે. જરા તમારી ચારે બાજુ જુઓ, અમારા એક પણ પોસ્ટર રહેવા દીધા નથી, બધા હટાવી દેવામાં આવ્યા છે. શું લોકશાહીમાં આવી રીતે ચૂંટણીઓ થાય છે?

