National

કેન્દ્ર સરકારે રોહિત જૈનને RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા

કેન્દ્ર સરકારે રોહિત જૈનને ત્રણ વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂકને કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને તેઓ ૩ મેના રોજ અથવા તે પછી કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે.

રોહિત જૈન ટી રબી શંકરનું પદ સંભાળશે, જેમનો વિસ્તૃત કાર્યકાળ તાજેતરમાં જ સમાપ્ત થયો હતો. રબી શંકરની પ્રથમ નિમણૂક ૨૦૨૧ માં કરવામાં આવી હતી અને બાદમાં તેમનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા ૨૦૨૪ અને ૨૦૨૫ માં તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

રોહિત જૈન કોણ છે?

રોહિત જૈન હાલમાં RBI માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે લગભગ ત્રણ દાયકા સુધી વિવિધ ભૂમિકાઓમાં સેન્ટ્રલ બેંકમાં કામ કર્યું છે.

વર્ષોથી, તેમણે નીચેના ક્ષેત્રો સંભાળ્યા છે જેમ કે:-

બેંકિંગ દેખરેખ

જાેખમ વિશ્લેષણ

માનવ સંસાધન વ્યવસ્થાપન

તેમની તાજેતરની ભૂમિકામાં, તેઓ જાેખમ અને નબળાઈ મૂલ્યાંકન સંબંધિત દેખરેખનો હવાલો સંભાળતા હતા. જૈન વાણિજ્યમાં માસ્ટર ડિગ્રી અને સ્મ્છ ધરાવે છે. તેમની પાસે બેંકિંગ અને નાણાકીય નિયમનમાં અનેક વ્યાવસાયિક પ્રમાણપત્રો પણ છે, જે આ ક્ષેત્રમાં તેમની મજબૂત પૃષ્ઠભૂમિ દર્શાવે છે.

ડેપ્યુટી ગવર્નર તરીકે, જૈન રવિ શંકર દ્વારા સંચાલિત કેટલાક મુખ્ય વિભાગો સંભાળે તેવી અપેક્ષા છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:-

નાણાકીય બજાર નિયમન
વિદેશી વિનિમય

ચુકવણી અને સમાધાન પ્રણાલી

આરબીઆઈ ટૂંક સમયમાં તેમની ચોક્કસ જવાબદારીઓની જાહેરાત કરે તેવી શક્યતા છે.