પવિત્ર અને વિશ્વપ્રસિદ્ધ તીર્થયાત્રાઓમાંની એક એવી ચારધામ યાત્રા-૨૦૨૬નો પ્રારંભ થઈ ગયો છે. છ મહિનાના શિયાળુ વિરામ બાદ અક્ષય તૃતીયાના શુભ અવસરે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને ઢોલ-નગારાના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં મંદિરના દ્વાર ખુલવાની સાથે જ લાખો શ્રદ્ધાળુઓની આતુરતાનો અંત આવ્યો છે.
હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી આ યાત્રા હિમાલયની ઉંચાઈઓ પર સ્થિત ચાર મુખ્ય ધામો યમુનોત્રી, ગંગોત્રી, કેદારેશ્વર અને બદ્રીનાથ સાથે જાેડાયેલી છે. માન્યતા મુજબ આ યાત્રા કરવાથી વ્યક્તિને આત્મિક શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંપરા અનુસાર યાત્રાની શરૂઆત યમુનોત્રીથી થાય છે અને ત્યારબાદ ગંગોત્રી, કેદારનાથ અને અંતે બદ્રીનાથના દર્શન કરવામાં આવે છે.
ચાર ધામ યાત્રા ૨૦૨૬: કેદારનાથ ધામના કપાટ આજે (બુધવાર) ખુલશે
• યમુનોત્રી ધામ ૧૯ એપ્રિલથી ૧૧ નવેમ્બર સુધી ખુલ્લું રહેશે
• ગંગોત્રી ધામ ૧૯ એપ્રિલથી ૧૦ નવેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે
• કેદારનાથ ધામના કપાટ ૨૨ એપ્રિલના રોજ ખોલવામાં આવશે જે ૧૧ નવેમ્બર સુધી ખુલ્લા રહેશે.
• ત્યારબાદ બદ્રીનાથ ધામ ૨૩ એપ્રિલથી ૧૩ નવેમ્બર સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે.

