ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ હોંગકોંગથી વિયેતનામ થઈને દિલ્હી આવેલા ત્રણ ભારતીય મુસાફરોના સામાનમાંથી રૂ. ૧.૦૩ કરોડની કિંમતના ડ્રોન અને ડ્રોનના ભાગો જપ્ત કર્યા છે.
એરપોર્ટ પર કઈ વસ્તુઓ જપ્ત કરવામાં આવી?
કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, ૨૫ સપ્ટેમ્બરના રોજ ટર્મિનલ-૩ પર હાથ ધરવામાં આવેલી તપાસમાં મોટી માત્રામાં વસ્તુઓ મળી આવી હતી, જેમાં ૧૦ ‘ઓટેલ રોબોટિક્સ MDX-1′ (Autel RobOics MDX-1) ડ્રોન, ૧૧ રિમોટ કંટ્રોલર, ૧૦ છઝ્ર/ડ્ઢઝ્ર એડેપ્ટર, ૧૦ ેંજીમ્ ચાર્જર, ૨૦ ડેટા કેબલ, ૬૦ પ્રોપેલર અને કેમેરા-સજ્જ ૧૦ ગિમ્બલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક iPhone 18 Pro Max (512GB) પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે એક ચાર્ટર્ડ એન્જિનિયરે આ ડ્રોનને થર્મલ ઈમેજિંગ અને લેસર રેન્જ-ફાઈન્ડર ક્ષમતાઓથી સજ્જ પ્રોફેશનલ અને ડિફેન્સ-ગ્રેડ ેંછફ (માનવરહિત હવાઈ વાહન) તરીકે ઓળખાવ્યા હતા.
અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ દરેક ડ્રોન માટે ‘ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન‘ (ડ્ઢય્ઝ્રછ)નું રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
જપ્ત કરાયેલ માલસામાનની કુલ બજાર કિંમત રૂ. ૧,૦૩,૫૫,૯૦૦ હોવાનો અંદાજ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન, તેના ભાગો અને મોબાઈલ ફોનને કસ્ટમ્સ એક્ટની કલમ ૧૧૦(૧) હેઠળ જપ્ત કરવામાં આવ્યા છે.
પૂછપરછ દરમિયાન, મુસાફરોએ ખુલાસો કર્યો હતો કે આ ડ્રોન હોંગકોંગથી એક મિત્ર માટે લાવવામાં આવ્યા હતા અને કોઈપણ જાહેરાત (ડિક્લેરેશન) કર્યા વિના ભારતમાં લાવવામાં આવ્યા હતા. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
રૂ. ૧.૬ કરોડની કિંમતના ૪.૮ કિલો ગાંજા સાથે મુસાફર ઝડપાયો
અગાઉ, બેંગકોકથી આવેલા એક મુસાફરની ૈંય્ૈં એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે કસ્ટમ્સ અધિકારીઓને તેના સામાનમાંથી અંદાજે રૂ. ૧.૬૨ કરોડની કિંમતનો ૪.૮૬૯ કિલો શંકાસ્પદ ગાંજાે મળી આવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ભારતીય નાગરિક એવો આ મુસાફર ૨૪ સપ્ટેમ્બરના રોજ ટર્મિનલ-૩ પર પહોંચ્યો હતો અને પ્રોફાઇલિંગના આધારે કસ્ટમ્સ અધિકારીઓએ તેને અટકાવ્યો હતો.
તપાસ માટે તેને ‘ગ્રીન ચેનલ‘ તરફ વાળવામાં આવ્યો હતો, જે દરમિયાન તેની કાળી ટ્રોલી બેગમાં છુપાવેલી હાલતમાં શંકાસ્પદ પ્રતિબંધિત પદાર્થ ભરેલી આઠ પોલિથીન થેલીઓ મળી આવી હતી, તેમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. ત્યારબાદ આરોપીની ‘નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ‘ (દ્ગડ્ઢઁજી) એક્ટની જાેગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા પદાર્થનું ચોખ્ખું વજન ૪,૮૬૯ ગ્રામ છે અને તેની અંદાજિત કિંમત ૧.૬૨ કરોડ રૂપિયા છે.
૨૬ સપ્ટેમ્બરના રોજ, બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા બે મુસાફરોની ૬.૩૩ કરોડ રૂપિયાની કિંમતનું હાઇડ્રોપોનિક ગાંજાે છુપાવીને લાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બંને મુસાફરોની ધરપકડ ‘નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ‘ (દ્ગડ્ઢઁજી) એક્ટ હેઠળ કરવામાં આવી હતી.

