National

કોચીના સીએસએલ દ્વારા નિર્મિત ત્રીજા એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ‘ની ડિલિવરી

કોચીના શિપયાર્ડ લિમિટેડ, કોચી દ્વારા બનાવવામાં આવેલ ત્રીજું એન્ટિ-સબમરીન વોરફેર ક્રાફ્ટ,’માંગરોળ’, ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું હતું.

આ જહાજ ૮૦ ટકાથી વધુ સ્વદેશી સામગ્રી ધરાવે છે અને પાણીની અંદર દેખરેખ, દરિયાકાંઠાના પાણીમાં એન્ટી-સબમરીન વોરફેર કામગીરી, લો-ઇન્ટેન્સિટી મેરીટાઇમ ઓપરેશન્સ, તેમજ માઇન વોરફેર ક્ષમતાઓથી સજ્જ છે. આ જહાજ વોટરજેટ્સ દ્વારા સંચાલિત છે અને તે અદ્યતન રડાર અને સોનાર સાથે આધુનિક ટોર્પિડો, એન્ટી-સબમરીન રોકેટ્સથી સજ્જ છે.

માંગરોળનું નામ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલા દરિયાકાંઠાના શહેર અને નાના બંદર ‘માંગરોળ‘ પરથી રાખવામાં આવ્યું છે, જે મરીન મત્સ્ય ઉદ્યોગ માટેનું એક અગ્રણી બંદર છે. આ જહાજ અગાઉના ૈંદ્ગજી માંગરોળના વારસાને પણ વણી લે છે, જે ભારતીય નૌકાદળનું માઇનસ્વીપર હતું અને ૨૦૦૪ સુધી સેવામાં રહ્યું હતું, આ રીતે પ્રતિષ્ઠિત યુદ્ધ જહાજાેના નામો જાળવી રાખવાની નૌકાદળની પરંપરાને ચાલુ રાખે છે.

માંગરોળની ડિલિવરી એ ભારતીય નૌકાદળની સ્વદેશી જહાજ નિર્માણ યાત્રામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે અને સરકારના ‘આર્ત્મનિભર ભારત‘ના વિઝનની પુન:પુષ્ટિ છે. આ જહાજ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતના પુરાવા તરીકે ઉભું છે.