હાલ ના સમયે એક તરફ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની ‘યાચિકા સમિતિ‘ ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે, તો બીજી તરફ છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર તેમની ભારે ટ્રોલિંગ થઈ રહી છે. આ બદનામીથી બચવા માટે રાઘવ ચઢ્ઢાએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેમણે કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા પર તેમના વિશે ફેલાવવામાં આવી રહેલી નકલી, છૈં-જનરેટેડ અને ડીપફેક કન્ટેન્ટને તાત્કાલિક હટાવવામાં આવે અથવા બ્લોક કરવામાં આવે. રાઘવ ચઢ્ઢાની દલીલ છે કે આ ફેક વીડિયો અને કન્ટેન્ટ તેમની પ્રતિષ્ઠા અને પર્સનાલિટી રાઈટ્સને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે.
જાેકે, દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રહ્મણ્યમ પ્રસાદની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સુનાવણી દરમિયાન મૌખિક ટિપ્પણી કરી કે, આ રાઘવ ચઢ્ઢાના અંગત અધિકારોના ઉલ્લંઘનનો મામલો લાગતો નથી. તેમની ટીકા તેમના રાજકીય ર્નિણયો અને ભાજપમાં જાેડાવાને લઈને થઈ રહી છે. પર્સનાલિટી રાઈટ્સનો વ્યાપારી ઉપયોગ કરવો અને કોઈની રાજકીય આલોચના કરવી, આ બંને બાબતોમાં મોટો તફાવત છે. હાલમાં હાઈકોર્ટે આ હાઈ-પ્રોફાઈલ કેસ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

