રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની ‘યાચિકા સમિતિ‘ ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા
તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરનારા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ને સંસદમાં એક મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની પ્રતિષ્ઠિત ‘યાચિકા સમિતિ‘ ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને ૨૦ મે ૨૦૨૬થી પ્રભાવી બને તે રીતે આ મહત્વપૂર્ણ પેનલનું પુનર્ગઠન કર્યું છે અને ગૃહના ૧૦ સભ્યોને આ સમિતિ માટે નામાંકિત કર્યા છે. રાઘવ ચઢ્ઢા હવે આ આખી સમિતિનું નેતૃત્વ કરશે.
થોડા સમય અગાઉ આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓમાં ગણાતા રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભાના ૬ અન્ય સાંસદોએ અચાનક પાર્ટીને અલવિદા કહી દીધું હતું. આ તમામ ૭ સાંસદોએ ૨૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે ભાજપનું સભ્યપદ લઈ લીધું હતું. આ મોટા પક્ષપલટાને કારણે રાજ્યસભામાં ૧૦ સાંસદોનું સંખ્યાબળ ધરાવતી આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર ૩ જ સાંસદો બચ્યા છે, જે કેજરીવાલ માટે બહુ મોટો ફટકો છે.

