National

દિલ્હીમાં બાઇક સવાર બે શખ્સોએ જિમ ટ્રેનરની ગોળી મારીને હત્યા કરી, ૧૫ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું

સોમવારે સવારે દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી વિસ્તારમાં ૨૮ વર્ષીય જિમ ટ્રેનરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી; આ દરમિયાન વિસ્તારમાં લગભગ ૧૫ રાઉન્ડ ગોળીબાર થયો હતો.

વિજય તરીકે ઓળખાયેલા મૃતક પર સવારે લગભગ ૧૦ વાગ્યે આયા નગર ગામમાં બાઇક પર આવેલા બે હુમલાખોરોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કથિત રીતે તેના પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ મોટરસાઇકલ પર બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.

આ ગોળીબારને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘટના બાદ તરત જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસને આશંકા છે કે આ હુમલો અંગત અદાવત સાથે જાેડાયેલો હોઈ શકે છે. તપાસકર્તાઓ ગોળીબારની ઘટના સાથે સંકળાયેલી પરિસ્થિતિઓની તપાસ કરી રહ્યા છે અને બંને હુમલાખોરોની ઓળખ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

આ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે અહેવાલ મુજબ થોડા મહિના પહેલા પણ આ વિસ્તારમાં આવી જ રીતે ગોળીબારની ઘટના બની હતી.

કોઈપણ પ્રકારની વધુ હિંસા રોકવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આયા નગરમાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસની ટીમો હાલમાં ઉપલબ્ધ સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) ફૂટેજની તપાસ કરી રહી છે અને અન્ય પુરાવા એકત્રિત કરી રહી છે, સાથે જ હુમલાખોરોની શોધખોળ પણ ચાલુ છે.