National

મુંબઈ પોલીસે મનોજ જરાંગેને મુંબઈમાં ભૂખ હડતાળ કરવાની મંજૂરી નકારી

મહારાષ્ટ્રની મુંબઈ પોલીસે ચાલી રહેલા ગણેશોત્સવ ઉત્સવ દરમિયાન સંભવિત સુરક્ષા ચિંતાઓને કારણે ૧૯ સપ્ટેમ્બરથી મહાનગરમાં મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરંગેને અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.

છ પાનાનો ઇનકાર પત્ર જારી કરીને, આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજા બિડકરે જરંગે-પાટીલની ટીમ દ્વારા રજૂ કરાયેલી ઔપચારિક વિનંતીને ફગાવી દીધી હતી.

તેમાં જાહેર સભાઓ, પ્રદર્શનો અને સરઘસોના નિયમોના સંભવિત ઉલ્લંઘન તેમજ અગાઉના વિરોધ પ્રદર્શનો દરમિયાન સ્થળની શરતોનું પાલન ન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કાર્યકર્તાએ ૧૪ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન ગણપતિ ઉત્સવો દરમિયાન કૂચ યોજવાની હાકલ કરી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગણપતિ ઉત્સવો માટે અપેક્ષિત ભીડને કારણે દળોની તૈનાતી કરવામાં આવી હતી, અને હાલમાં મોટા પ્રદર્શનને મંજૂરી આપવાથી કાયદો અને વ્યવસ્થાની ગૂંચવણો ઊભી થઈ શકે છે.

તેમણે ગયા વર્ષના આંદોલન દરમિયાન નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સંખ્યામાં એકત્ર થયેલી ભીડનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલયની આસપાસ ટ્રાફિકમાં ભારે અવરોધ સર્જાયો હતો.

 

તેમણે ઉમેર્યું હતું કે જરાંગે-પાટિલની ખાતરીઓ હોવા છતાં, તહેવારના સમયગાળા દરમિયાન મંજૂરી આપવાથી કામગીરીને લગતા નોંધપાત્ર જાેખમો ઊભા થાય છે.

પોતાના આંદોલનના ૧૬મા દિવસે જાલનાના અંતરવાલી સારાટી ખાતે બોલતા, જરાંગેએ પોલીસના ર્નિણયની આકરી ટીકા કરી હતી અને મહારાષ્ટ્ર સરકાર પર તેમના આંદોલનને દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસનું આ પગલું બોમ્બે હાઈકોર્ટના નિર્દેશોની વિરુદ્ધ હતું. જરાંગેએ કહ્યું કે આ સરમુખત્યારશાહી અને મનમાની છે.

જરાંગેએ પૂછ્યું, “તેઓ (સરકાર અને પોલીસ) શા માટે એવું માની લે છે કે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ અમે નિયમોનું ઉલ્લંઘન કરીશું? આ સરકાર કયા કાયદા હેઠળ કામ કરી રહી છે?”

જરાંગેએ કહ્યું કે તેમની કાનૂની ટીમ પોલીસના આદેશને પડકારશે.

શુક્રવારે, બોમ્બે હાઈકોર્ટે રાજ્યની રાજધાનીમાં તેમના નવા વિરોધ પ્રદર્શનને રોકવાની માંગ કરતી અરજી પર કોઈ તાત્કાલિક આદેશ પસાર કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે દરેક વ્યક્તિને વિરોધ કરવાનો અધિકાર છે અને માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યાની આશંકાના આધારે કોઈ પ્રતિબંધાત્મક આદેશ જારી કરી શકાય નહીં.

“હિન્દુ તહેવાર દરમિયાન શાંતિ ભંગ કરવા” બદલ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતા જરાંગેએ કહ્યું કે પોલીસ દ્વારા મંજૂરી નકારવામાં આવી હોવા છતાં તેઓ આંદોલન માટે મુંબઈ જશે.

તહેવારની મોસમમાં તેમના આંદોલનથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ શકે તેવી વાતોને ફગાવી દેતા તેમણે કહ્યું, “અમે પણ ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. સરકાર અને પોલીસ અમારા શાંતિપૂર્ણ અને લોકશાહી વિરોધને રોકવા માટે કાવતરું રચી રહ્યા છે. કાયદાના શાસન હેઠળ સરકાર આ રીતે કામ ન કરી શકે.” જરાંગેએ ઉમેર્યું, “અમે બંધારણ અને ન્યાયતંત્રનો આદર કરીએ છીએ, પરંતુ અમે સરકારના મનસ્વી નિર્દેશો સામે ઝૂકીશું નહીં.”

મુંબઈ તરફની તેમની કૂચ ૧૫ સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત કાર્યક્રમ મુજબ શરૂ થશે તેમ પુનરોચ્ચાર કરતા જરાંગેએ કહ્યું કે પોલીસની મંજૂરી નકારવાના વિરોધમાં તેઓ તબીબી સારવાર અને પ્રવાહી લેવાનું બંધ કરી દેશે.

આ કાર્યકરે મરાઠા અનામતની માંગ માટે મુંબઈ તરફની તેમની પ્રસ્તાવિત કૂચ દરમિયાન તેમને મારી નાખવાનું અને મુશ્કેલી ઊભી કરવાનું કાવતરું રચવાનો આરોપ પણ મૂક્યો હતો.

જરાંગેએ કહ્યું, “કૂચ દરમિયાન મને ગોળી મારીને મારી નાખવાનું કાવતરું છે. તેઓ મરાઠાઓને મારવા માંગતા નથી, પરંતુ મને નિશાન બનાવવા માંગે છે. હું મૃત્યુ સ્વીકારીશ, પરંતુ શરણાગતિ સ્વીકારીશ નહીં.” તેમણે સમર્થકોને આહ્વાન કર્યું કે જાે તેઓ ડરતા હોય તો આંદોલનમાં ન જાેડાય, પરંતુ ભાવનાત્મક અપીલ કરી કે તેમણે મુંબઈ તરફ કૂચ કરવી જાેઈએ – અને જરૂર પડે તો તેમની અંતિમયાત્રામાં પણ સામેલ થવું જાેઈએ.

દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે સત્તામાં બેઠેલા લોકો તેમની વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે અને દાવો કર્યો કે મુંબઈ તરફની તેમની પ્રસ્તાવિત મરાઠા કૂચ દરમિયાન મુશ્કેલી ઊભી કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.

“જ્યારે કોઈ સાપની પૂંછડી પર પગ મૂકે ત્યારે આપણે જવાબ આપવો જ પડે,” એમ જણાવીને જરાંગેએ ચેતવણી આપી કે તેમના સમર્થકો કેટલાક મંત્રીઓને રાજકીય રીતે પડકારી શકે છે.

તેમણે એવો પણ દાવો કર્યો કે ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની શિવ સેનાના કેટલાક મરાઠા ધારાસભ્યો તેમના સમર્થકોને ફોન કરી રહ્યા છે અને તેમને કૂચમાં ભાગ ન લેવા માટે કહી રહ્યા છે.

જરાંગેએ કહ્યું કે તેમણે અગાઉ એકનાથ શિંદે પર વિશ્વાસ મૂક્યો હતો અને જાન્યુઆરી ૨૦૨૪માં મરાઠા અનામતની માંગણીઓ અંગે સરકારી ઠરાવ (ય્ઇ) બહાર પાડવામાં આવ્યા બાદ નવી મુંબઈના વાશીથી પાછા ફર્યા હતા.

“જ્યારે અમે શિંદેનું સન્માન કર્યું ત્યારે મરાઠાઓ તેમને પ્રિય હતા. જાે ફડણવીસ અમારી તમામ માંગણીઓ સ્વીકારે અને લડાઈ જીતે, તો અન્યોનું શું થશે?” તેમણે પૂછ્યું.

જરાંગેએ એમ પણ કહ્યું કે તેઓ પોતાની કે પોતાના સાથીદારો વિરુદ્ધની સરકારી તપાસથી ડરશે નહીં.

તેમણે દાવો કર્યો કે ૫૮ લાખ કુનબી રેકોર્ડ્સ મળી આવ્યા છે અને માંગ કરી કે સરકાર પાત્ર મરાઠાઓને પ્રમાણપત્રો જારી કરે.

જરાંગેની મુખ્ય માંગણીઓમાંની એક એ છે કે સરકારી ઠરાવ (ય્ઇ) બહાર પાડવામાં આવે જે મરાઠાઓને જૂના રેકોર્ડ્સ અને ગેઝેટ દસ્તાવેજાેના આધારે અન્ય પછાત વર્ગો (ર્ંમ્ઝ્ર) શ્રેણીમાં કુનબી સમુદાયને મળતી અનામતનો લાભ લેવાની મંજૂરી આપે.

ર્ંમ્ઝ્ર જૂથોએ તેનો વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે તેનાથી તેમના લાભોના હિસ્સા પર અસર પડશે.

તેમણે એમ પણ કહ્યું કે તાજેતરના વરસાદે મુશ્કેલ સમય બાદ ખેડૂતોને રાહત આપી છે અને ખેતીનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે સમર્થકો માટે મુંબઈના આંદોલનમાં જાેડાવું શક્ય બન્યું છે.

ગયા વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ, જરાંગેએ મરાઠા અનામતની તેમની માંગણીના સમર્થનમાં મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ શરૂ કરી હતી. આ આંદોલનને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં અરાજકતા સર્જાઈ હતી અને સરકારે તેમની કેટલીક માંગણીઓ સ્વીકાર્યા બાદ તેને પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.