National

ડ્રગ્સની હેરાફેરી રોકવા માટેની શાખામાં તૈનાત પંજાબ પોલીસના ઇન્સ્પેક્ટરની ૩ કિલો હેરોઈન અને ૬ બંદૂકો સાથે ધરપકડ

શનિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે પંજાબ પોલીસની ‘કાઉન્ટર ઇન્ટેલિજન્સ‘ શાખામાં તૈનાત એક ઇન્સ્પેક્ટરની ફિરોઝપુરમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમની કારમાંથી ૩.૩૫૦ કિલો હેરોઈન, છ પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હોવાનો આરોપ છે.

આરોપીની ઓળખ ઇન્સ્પેક્ટર બલદેવ સિંહ તરીકે થઈ છે. નશીલા પદાર્થો અને ગેરકાયદેસર હથિયારોની શંકાસ્પદ હેરફેર અંગેની બાતમી મળ્યા બાદ પોલીસે તેમને ફિરોઝપુર-મોગા રોડ પર અટકાવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ઘલ ખુર્દ પોલીસ સ્ટેશનના એસએચઓ (જીૐર્ં) ને ૨૬ સપ્ટેમ્બરે માહિતી મળી હતી કે સિંહ – જેઓ કાઉન્ટર ઇન્ટેલિજન્સ શાખાના ફરીદકોટ યુનિટમાં તૈનાત હતા – તેમની ઓડી કારમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર હથિયારો લઈ જઈ રહ્યા હતા.

આ માહિતીના આધારે પોલીસે ચેકપોઈન્ટ ગોઠવી વાહનને અટકાવ્યું અને સિંહને ઝડપી લીધા.

૩ કિલો હેરોઈન, હથિયારો અને દારૂગોળો જપ્ત

કારની તલાશી દરમિયાન પોલીસે ૩.૩૫૦ કિલો હેરોઈન, છ પિસ્તોલ, ચાર વધારાની મેગેઝિન અને ૧૭ જીવંત કારતૂસ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત છ મોબાઈલ ફોન અને વાહન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

જાેકે, ફિરોઝપુરના એસએસપી (જીજીઁ) ના પ્રારંભિક નિવેદનમાં જપ્ત કરાયેલા દારૂગોળાની વિગતોમાં સાત જીવંત કારતૂસનો ઉલ્લેખ હતો, જ્યારે જિલ્લા પોલીસના વિગતવાર અહેવાલમાં આ સંખ્યા ૧૭ દર્શાવવામાં આવી હતી.

ફિરોઝપુરના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (જીજીઁ) ભૂપિન્દર સિંહે જણાવ્યું હતું કે આરોપી સામે ઘલ ખુર્દ પોલીસ સ્ટેશનમાં ‘નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ‘ (દ્ગડ્ઢઁજી) એક્ટ અને ‘આર્મ્સ એક્ટ‘ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસ કરી રહી છે કે શું ડ્રગ્સ અને હથિયારોના આ કથિત નેટવર્કમાં વિભાગના કર્મચારીઓ કે બહારની વ્યક્તિઓ સહિત અન્ય કોઈ લોકો સામેલ હતા કે કેમ.

એસએસપીએ કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પ્રત્યે પોલીસની ‘ઝીરો-ટોલરન્સ‘ (સખત કાર્યવાહી) ની નીતિ છે. સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ વધુ પૂછપરછ માટે તેમની કસ્ટડીની માંગણી કરશે.