National

મમતા દીદી ની તકલીફોમાં વધારો!!

શતાબ્દી રૉય અને સુદીપ બંદોપાધ્યાયે દિલ્હીમાં ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનરજી ની તકલીફોમાં વધારો થવાનો છે તવું નક્કી દેખાઈ રહ્યું છે કેમ કે, TMCના સંકટમોચક અને મમતાના ખાસ કહેવાતા નેતા જ બળવાખોર બની ગયા છે અને તેમણે ભાજપ નેતા સાથે મુલાકાત પણ કરી લીધી છે. એટલું જ નહીં, આ મુલાકાતમાં પાર્ટીના અન્ય નેતા અને અભિનેત્રી શતાબ્દી રૉયે પણ સામેલ હોવાની વિગતો સામે આવી છે.

આ મામલે મળતી વિગતો મુજબ, ટીએમસીના બળવાખોર જૂથના નેતા અને અભિનેત્રી શતાબ્દી રૉય અને મમતાના મહત્ત્વના નેતા સુદીપ બંદોપાધ્યાયે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા અને સીધા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ટીએમસીની વર્તમાન સ્થિતિ એવી છે કે, ૧૯ સાંસદોએ બળવો કરીને પોતે અસલી ટીએમસી હોવાનો દાવો ઠોંક્યો છે અને હવે સુદીપ બંદોપાધ્યાય બળવાખોર બની જતા હવે કુલ બળવાખોરોની સંખ્યા વધી ગઈ છે.

બંદોપાધ્યાયની બળવાખોરી કરવાની હિલચાલ મમતા દીદીની ઊંઘ ઉડાડી દે તેવી ઘટના છે, કારણ કે તેઓ અને તેમની પત્ની નયના બંદોપાધ્યાય મુખ્યમંત્રી મમતા બેનરજીના ખૂબ જ નજીકના હોવાનું અને સંકટમોચક હોવાનું મનાય છે. નયના ટીએમસીના ધારાસભ્ય છે. ભાજપ નેતા સાથે મુલાકાત કર્યા બાદ બંદોપાધ્યાય ટીએમસીના બળવાખોર સાંસદોના જૂથમાં સામેલ થઈ જવાની અટકળો ચાલી રહી છે. અગાઉ પણ બળવાખોર સાંસદ ભૂપેન્દ્ર યાદવના ઘરે અકઠા થયા હતા. ત્યારપછી કેટલાક સાંસદો શતાબ્દી રૉયના ઘરે પણ ગયા હતા. બંદોપાધ્યાય કોલકાતા ઉત્તર લોકસભા મતવિસ્તારના કદાવર સાંસદ છે અને તેઓ આ મતક્ષેત્રમાંથી સતત જીતતા આવ્યા છે. એટલું જ નહીં, તેઓ કોલકાતાના સ્થાનિક સંગઠન પર મજબૂત પક્કડ ધરાવે છે.

રાજકીય ચર્ચાઓ મુજબ, સુદીપ બંદોપાધ્યાયને ટીએમસીના સૌથી જૂના અને વરિષ્ઠ નેતાઓના મુખ્ય ચહેરા માનવામાં આવે છે. ઘણી બાબતોમાં તેમની અને અભિષેક બેનરજી વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ હોવાની ચર્ચા છે, જાેકે મમતા બેનરજીના સમર્થનના કારણે બંદોપાધ્યાયની દરજ્જાે ટોચ પર બનેલો રહ્યો છે. મમતાએ તેમની પત્નીની હાર થવા છતાં તેણીને વિધાનસભામાં ડેપ્યુટી લીડર બનાવ્યા હતા. બંદોપાધ્યાય ટીએમસીના સંસ્થાપક સભ્યોમાં સામેલ છે. તેઓ શતાબ્દી રૉય સાથે દેખાયા રાજકારણ ગરમાયું છે. હવે એવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે, શું જૂના નેતાઓ સાથે હોવાના કારણે મમતા બેનરજી પાર્ટી પર પોતાની પક્કડ યથાવત્ રાખી શકશે.